જામનગર : જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના જાયવા ગામના પાટીયા પાસે, સરમરીયા દાદાના મંદિર પાસે, રોડ પર ગઈ કાલે સાંજે ધ્રોલ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પ્રભાતભાઇ ગોવિંદભાઇ વશરામભાઇ ચાવડા નામના સખ્સને આંતરી લઇ ઝડતી લીધી હતી. આ સખ્સના કબજા માંથી રૂપિયા છ હજારની કિંમતનો બાર બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ સખ્સ પાસેથી દારૂનો જથ્થો હાથવગો કરી તેની સામે દારૂ પ્રતિબંધિત ધારાઓ મુજબ ગુનો નોંધી અટકાયત કરી હતી. પોલીસ પૂછપરછમાં આ સખ્સ રાજ્યના એસટી વિભાગમાં બસ ચાલક તરીકે નોકરી કરતો હોવાનું સામે આવ્યું હતું. આ દારૂનો જથ્થો કોની પાસેથી અને ખરીદ્યો છે અને વધુ કેટલા સખ્સો સંડોવાયા છે તેમજ કેટલા સમયથી આ ધધો ચાલતો હતી વગેરે બાબતોનો ક્યાસ કાઢવા આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.