જામનગરમાં કોરોનાનો કહેર, ૨૪ કલાકમાં ૧૭ નવા દર્દી, ચોથું મોત

0
566

જામનગર : જામનગર શહેર જિલ્લામાં કોરોના વાયરસનો કહેર વધુ પ્રબળ બન્યો છે. આજે કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વધુ એક દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. ચાર દિવસ પૂર્વે દાખલ કરવામાં આવેલ શહેરના દરબારગઢ વિસ્તારમાં રહેતા રસીદભાઈ સેતા ઉવ. 65 નામના દર્દી કોરોના ઉપરાંત હાર્ટ, ડાયાબિટીસ, હાઇપર ટેન્શન અને કેન્સરથી પણ પીડાતા હોવાનું આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે. આ ઉપરાંત જિલ્લા પંચાયતની વિકાસ શાખામાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા એક કર્મચારી ઉપરાંત  ૫૫ વર્ષીય પુરુષ ડબાસંગ, ૨૯ વર્ષીય પુરુષ સિક્કા અને ૪૦ વર્ષીય પુરુષ મહાપ્રભુજીની બેઠક વિસ્તારના છે. તેમજ અન્ય એક દર્દી ૩૦ વર્ષીય પુરુષ મોરકંડા રોડ અને ૪૩ વર્ષીય સ્ત્રી સોઢાનો ડેલો તેમજ ૩૨ વર્ષીય સ્ત્રી સોઢાનો ડેલો વિસ્તારના છે. આ છ ઉપરાંત એક ૨૬ વર્ષીય ઓર્થોપેડિક તબીબ અને ખંભાલીયાના વૃદ્ધ સહીત આજે આઠ દર્દીઓને હાલ કોવિડ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. છેલ્લા દસ દિવસમાં જામનગર શહેર અને જિલ્લાભરમાં વધુ ૫૧ દર્દીઓ ઉમેરાયા છે. એમાય છેલ્લા ચોવીસ કલાકમાં ૧૭ નવા દર્દીઓ સામે આવ્યા છે. જેને લઈને લોકલ સંક્રમણકાળ શરૂ થયો હોવાનું પણ સામે આવ્યું છે. હજુ સ્થિતિ વધુ ગંભીર બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ આજે ચાર દર્દીઓને રજા આપી દેવામાં આવી છે અને હાલ ૪૯ દર્દીઓ કોવિડ હોસ્પીટલમાં સારવાર લઇ રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧૨૦ દર્દીઓ નોંધાયા છે. જેમાં ત્રણ બાળકો સહિત ચાર દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here