એસઈબીસી-ઓબીસી માટે સરકારે લીધો મહત્વનો નિર્ણય, જાણો

0
1576

ગાંધીનગર : સરકારી નોકરીઓ કે મહત્વની યોજનાઓ અથવા શૈક્ષણિક વિભાગમાં એસઈબીસી-ઓબીસી વર્ગ માટે સરકાર દ્વારા આવક, જાતી અને નોનક્રીમીલીયર સહિતના પ્રમાણપત્રો ફરજીયાત બનાવાયા છે. હાલ કોરોના વાયરસના કારણે આ વર્ષે તમામ સરકારી પ્રક્રિયા ખોરંભે ચડી છે. ચાર લોકડાઉન પીરીયડ બાદ સરકાર દ્વારા અનલોક પીરીયડ શરુ થયો છે. જેમાં સરકારે મોટાભાગના નિયંત્રણો હટાવી લીધા છે. આગામી સમયમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે રાજ્યના લાખો યુવાનો, વિદ્યાર્થીઓ, બાળકો અને વાલીઓ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના એસઈબીસી-ઓબીસી વર્ગો માટેના જાતિના પ્રમાણપત્ર-દાખલાની મુદત ૧ વર્ષ સુધી વધારવાનો સરકારે નિર્ણય કર્યો છે. એસઈબીસી-ઓબીસી વર્ગોમાં આવતા જે યુવાઓના આવા દાખલા-પ્રમાણપત્રની મુદત તા.૩૧ માર્ચ-ર૦ર૦ના પૂરી થાય છે તે દાખલાઓ હવે તા.૩૧ માર્ચ-ર૦ર૧ સુધી માન્ય રાખવામાં આવશે. આવકના દાખલાઓ-પ્રમાણપત્ર જેની મુદત તા.૩૧-૩-ર૦ર૦ના પૂરી થતી હોય તે પણ એક વર્ષ એટલે કે તા.૩૧-૩-ર૦ર૧ સુધી વધારી આપવામાં આવી છે. OBC  માટેના નોન ક્રિમીલીયર સર્ટીફિકેટ સમયમર્યાદા ૩ વર્ષની હોય છે. આ મુદત વધારા માટે તેમણે મામલતદાર કચેરી કે કોઇ સક્ષમ સત્તાધિકારી સમક્ષ જવાની કે ઓનલાઇન અરજી કરવાની જરૂર રહેશે નહિ એમ પણ મુખ્ય મંત્રીએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here