હવે રાજ્યમાં અડધા ભાવે થઈ શકશે કોરોના ટેસ્ટ

0
1079

ગાંધીનગર : ગુજરાતની જનતા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જે પ્રમાણે હવે રાજ્યની કોઈપણ લેબોરેટરિમાં કોરોનાનો ટેસ્ટ 4000, 4500 રૂપિયામાં નહીં પરંતુ હવે 2500 રૂપિયામાં થઈ શકશે. એટલે કે, હવે કોઈપણ દર્દીનો કોરોનાના લક્ષણ જણાશે તો તેણે હવે ટેસ્ટ કરાવવા માટે 2500 રૂપિયા જ આપવા પડશે.
પહેલા ખાનગી હોસ્પિટલો અને લેબોરેટરીઓ કોરોનાનો રિપોર્ટ કરવાના 4500 રૂપિયા ઉઘરાવતી હતી.. જેનો રાજ્યની જનતા દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સાથે જ લોકોએ સરકારને રજૂઆત પણ કરી હતી તે, કોરોના રિપોર્ટના ભાવમાં ઘટાડો કરવામાં આવે.અને અંતે સરકારે લોકોની માગને સંતોષતા 2500 રૂપિયામાં રિપોર્ટનો નિર્ણય કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here