જામનગર : શાંત રહેલ જામનગર એકાએક ચર્ચામાં ત્યારે આવી ગયું જયારે મહાત્મા ગાંધીના હત્યારા ગોડસેના સમર્થકોએ પ્રતિમાનું અનાવરણ કર્યું, આ જ પ્રતિમાને કોંગ્રેસે તોડી નાખતા આ મુદ્દો રાજ્યના સીમાડા વટાવી રાષ્ટ્રીય લેવલે નોંધપાત્ર બન્યો, જેને લઈને પોલીસ સફાળી જાગી હતી અને બંને પક્ષે બંને પક્ષે પોતપોતાની લાગણી દુભાયા અંગે સીટી એ ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને પક્ષે સાથ સખ્સોની ધરપકડ કરી હતી. બીજી તરફ કોંગ્રેસના પ્રમુખના ઘરે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આખી રાત લોકઅપમાં વિતાવ્યા બાદ તમામને સવારે જામીન મુક્ત કરાયા હતા. જો કે રાતે લોકઅપમાં એક આરોપીને લોકઅપ માફક નહી આવતા મુંજ વરી હોવાની વિગતો જાણવા મળી છે.

જામનગરમાં હિન્દુ સેના દ્વારા છેલ્લા થોડા સમયથી ગોડસેની પ્રતિમા મૂકવા માટે જમીનની માગ કરવામાં આવી હતી. જોકે એ માટે જમીન ન મળતાં હિન્દુ સેના દ્વારા હનુમાન આશ્રમ ખાતે ગોડસેની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હોવાની જાણ થતાં જ શહેર કોંગ્રેસે એનો વિરોધ કર્યો હતો અને પ્રતિમા સ્થાપિત થયાના 24 કલાકમાં આજે સવારે કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરીને એને તોડી પાડવામાં આવી હતી. કોંગ્રેસ અહિંસાનો માર્ગ છોડીને હિંસાના માર્ગે ચાલી રહી છે એમ હિંદુ સેનાના પ્રમુખ પ્રતિક ભટ્ટે આરોપ લગાવી ઉલટા ચોર કોતવાલ કો દાંટે જેવો મત વ્યક્ત કર્યો છે. બીજી તરફ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારાને ઉચ્ચ સ્થાને રાખવામાં આવતા ગાંધીવાદીઓની લાગણી દુભાવી હોવાનો આક્ષેપ કર્યો છે.
જામનગરમાં હિન્દુ સેના દ્વારા નથુરામ ગોડસેની પુણ્યતિથિ નિમિત્તે ગોડસેની પ્રતિમા સ્થાપિત કરી ‘ન મરા થા, ન મરેગા, સદીઓ તક જિંદા રહેગા’ના નારા પોકારવામાં આવ્યા હતા. અગાઉ 8 ઓગસ્ટે હિન્દુ સેનાએ ગોડસેની પ્રતિમા મૂકવા આયોજન કર્યું હતું. તંત્રએ પ્રતિમા મૂકવા માટે જગ્યાની ફાળવણી નહીં કરતાં સ્થાનિક હનુમાન આશ્રમમાં સોમવારે પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. હિન્દુ સેનાના ગુજરાતના અધ્યક્ષ પ્રતીક ભટ્ટ તથા મંદિરના મહંત સહિતના લોકોની હાજરીમાં ગોડસેની પ્રતિમા મુકાઈ હતી.
મહાત્મા ગાંધી અને ગોડસેને લઈને જામનગર એકદમ ચર્ચામાં આવી ગયું, જેને લઈને મુદ્દો બની જતા પોલીસ હરકતમાં આવી હતી. ગઈ કાલે સવારે પ્રતિમા તોડી પાડવામાં આવ્યા બાદ પોલીસે સ્થળ પર પહોચી પંચનામું કરી બંને પક્ષે અટકાયત કરી લેવા આવી હતી. ત્યારબાદ હિંદુ સેનાના પ્રમુખ પ્રતિક ભટ્ટએ શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા અને કોર્પોરેટર ધવલ નાખવા સામે આઈપીસી કલમ ૪૨૭, ૧૫૩(ક), ૧૧૪ મુજબ ફરિયાદ નોંધાવી હતી જેમાં બંને આરોપીઓએ કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ ઉપર આવેલ દુધીયા હનુમાન સંપતબાપુના આશ્રમ પાસેની જગ્યામાં પ્રસ્થાપિત કરેલ નાથુ રામ ગોડસેની પ્રતિમાને તોડી, તેના ઉપર ભગવુ કપડુ તેમજ શ્રી રામ લખેલ કપડુ કચરામા ફેકી દઇ પ્રતિમાને રૂપિયા ૫૦૦૦નુ નુકશાન પહોચાડી ધાર્મીક લાગણી દુભાય તેવુ કુત્ય કર્યું હોવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ આ જ બનાવ અંગે દીગુભાએ પ્રતિક ભટ્ટ તેમજ ધીરેન નંદા ભાનુશાળી તથા ભાવેશ ઠુમ્મર અને અન્ય બે વ્યક્તિઓ સામે આઈપીસી કલમ ૧૫૩(ક), ૧૧૪ મુજબ ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપીઓએ દેશના રાષ્ટ્રપીતા મહાત્મા ગાંધીજીની હત્યા કરેલી હોય તેમ છતા તેની પ્રતીમા કોઇપણ જાતની કોઇની મંજુરી લીધા વગર બનાવી બેસાડી રાષ્ટ્રપીતા મહાત્મા ગાંધીજીને માનનારા લોકોનુ અપમાન કરી દેશવાશીઓ તથા બીજા અન્ય લોકો વચ્ચે વિખવાદ ઉભો થાય અને ધીક્કારની લાગણી જન્મે અને વૈમનસ્ય ઉભુ થાય તેવુ કૃત્ય કર્યાનો આરોપ લગાવ્યો છે. પોલીસે આ બનાવ બાદ બંને પક્ષે સાત સખ્સોની ધરપકડ કરી જામીન પર મુક્ત કર્યા હતા. બીજી તરફ દીગુભાના કામદાર કોલોની સ્થિત ઘર પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈ મામલો વધુ પેચીદો ન બને તે માટે પોલીસે પ્રયાસો કર્યા છે.
બંને પક્ષે સામસામે ફરિયાદ દાખલ કરી પોલીસે હિંદુ સેના તરફે પાંચ અને કોંગ્રેસ તરફે બે આરોપી મળી કુલ સાતની ધરપકડ કરી હતી. ત્યારબાદ તમામને રાતવાસો લોકઅપમાં કરવો પડ્યો હતો. જેમાં એક આરોપીને લોકઅપમાં ઘર જેવો માહોલ નહી મળતા મુંજ વળી હોવાનું સુત્રો માંથી જાણવા મળ્યું છે. જેમતેમ કરીને સવાર લોકઅપમાં કાઢવા આરોપીઓને ‘મજબુર’ થવું પડ્યું હતું. જો કે આજે સવારે તમામને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.