ભાજપામાં ભરતીમેળાને લઈને ‘ગાભામારુ’ કાર્યકરની વેદના, પ્રમુખને પત્ર લખ્યો

0
1006

જ્યારથી રાજકારણમાં આવ્યા ત્યારથી ભાજપ સાથે જ નાતો રાખી વફાદારી દાખવતા સનિષ્ઠ કાર્યકરોમાં ભાજપના થઇ રહેલ કોંગ્રેસીકરણને લઈને મનમાં ને મનમાં ખચકાટ ઉભો થયો છે. જે ઉપરાંત આયાતી નેતાઓને અપાતા માનપાનને લઈને કોઈ ભાજપી કાર્યકરે પક્ષ પ્રમુખને સમ્ભોધી એક પત્ર વાયરલ કર્યો છે જેમાં પોતાની વેદના ઠાલવી પક્ષમાં પણ કરવામાં આવતી અનામત અંગે ઉલ્લેખ કર્યો છે. જે અક્ષરસહ નીચે મુજબ છે.

પ્રતિ,

માનનીય શ્રી સી.આર પાટીલ પ્રદેશ પ્રમુખ, ભાજપ

વિષય : ભાજપ પક્ષના કોંગ્રેસિકરણ બાદ ભાજપના મુળ કાર્યકર્તા માટે ૧૪% અનામત આપવા બાબત

જય ભારત સાથે જણાવવાનુ કે, છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપ પક્ષમાં કોંગ્રેસના નેતાઓને ભેળવીને રાજ્યસભા, લોકસભા, વિધાનસભા, મંત્રીમંડળ અને બોર્ડ નિગમ સહિત પાર્ટી સંગઠનમાં પણ મહત્વના હોદ્દાઓ આપવામા આવતા હોવાથી મુળ ભાજપ સાથે વર્ષોથી જોડાયેલ કાર્યકર્તાઓને ખુરશીને ગાભા મારવાની પરિસ્થિતી પેદા થઈ છે. ભાજપના જુના કાર્યકર્તાઓને લોકો સોશિયલ મિડિયામાં “ગાભામારૂ” તરીકે સંબોધી મશ્કરી કરતા જોવા મળે છે ત્યારે ભાજપના કાર્યકર્તાઓના હક્ક માટે મારી નીચે મુજબની રજુઆત છે.
ગુજરાત ભાજપના સંગઠનમાં તેમજ ટિકિટ ફાળવણીમાં ભાજપના જ વર્ષો જુના મુળ કાર્યકર્તા માટે ૧૪% અનામતની જોગવાઈ કરવામાં આવે. ટુંકમાં ભાજપના સંગઠનના તમામ સ્તરે ૧૪% જગ્યાઓમાં ફરજીયાત ભાજપના જુના કાર્યકરને જ હોદ્દા આપવાના એવી જ રીતે ટીકીટમાં પણ ૧૪% ટીકીટ મુળ ભાજપીને આપવાનો નિર્ણય કરવા વિનંતી છે. ભાજપ દ્વારા સંગઠનમાં તેમજ સરકારમાં અને ટીકીટમાં નીચે મુજબની જોગવાઈ કરવા વિનંતી છે.

(૧)કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતા માટે : ૪૦% અનામત
(૨જેને લોકો “ગાભામારૂ” કહીને મશ્કરી કરે છે તેવા મુળ ભાજપના નેતા માટે : ૧૪% અનામત
(૩) કમલમમાં પાર્ટી ફંડ આપતા બુટલેગરો, બળાત્કારીઓ, રેતી માફિયાઓ, કોન્ટ્રાક્ટરો, પેપરફોડુઓ, ગૌચરમાફિયાઓ માટે 30% અનામત
(४)જનરલ કેટેગરી (જેમાં નવા જોડાયેલા સેલિબ્રિટી કે જુના ભાજપી અથવા ઘરવાપસી થયેલાઓ સહિત તમામ માટે ૧૬% (બિનઅનામત)

જો વહેલી તકે ઉપરોક્ત બાબતે ગંભીરતાપુર્વક નિર્ણય કરવામાં નહી આવે તો કદાચ ભવિષ્યમાં ભાજપમાં તમામ હોદ્દાઓ ઉપર કોંગ્રેસી લોકો બેસી જશે.

પક્ષનો વિશ્વાસુ,

એક ગાભામારૂ કાર્યકર


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here