181 અભયમ: સેવાને ૯ વર્ષ પૂર્ણ, જામનગર અને દ્વારકા જિલ્લાની ૫૯૯૧૧ મહિલાઓને મદદ

0
593

જામનગર: અભયમ 181 સેવાને નવ વર્ષ પૂર્ણ થયા, આ સેવાએ અનેક મહિલાઓનું ન માત્ર રક્ષણ કર્યું પરંતુ અનેક મહિલાઓને નવી જિંદગી બક્ષી છે. હાલારના બન્ને જિલ્લાઓમાં છેલ્લા નવ વર્ષના ગાળામાં 59911 મહિલાઓને મદદ કરવામાં આવી, જેમાં જામનગર જિલ્લામાં 44 હજાર ઉપરાંત તેમજ દ્વારકા જિલ્લામાં 15 હજાર ઉપરાંત મહિલાઓને મદદ કરવામાં આવી છે. જેમાં બંને જિલ્લાઓમાંથી 10 હજાર ઉપરાંત મહિલાઓને ગંભીર પ્રકારના કિસ્સામાં ઘટના સ્થળ ઉપર જઈને રેસક્યું વાન દ્વારા રેસક્યું કરીને લાંબાગાળાના કાઉન્સિલિંગ માટે સરકારની અન્ય સંસ્થાઓ સુધી પહોચાડવામાં આવેલ હતા. 

અભયમ 181 સેવા મહિલાઓના રક્ષણ માટે બનાવવામાં આવેલ રાજ્ય સરકારની મહત્વની સેવા છે. આ સેવાના અસ્તિત્વ બાદ મહિલાઓને તાકીદની મદદ પહોંચાડવામ આવી છે અને નવી જિંદગી આપવામાં આ સેવાએ મહત્વની ભૂમિકા ભજવી છે. રાજ્યમાં ૦૯ વર્ષનાં ટુંકા સમય ગાળામાં જ ૧૩,૯૯,૭૬૧ થી વધારે મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ, બચાવ, માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું છે. અને ૧૮૧એ અનેક માહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે. તેમજ તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર જઇ ને ૨,૮૧,૭૬૭ જેટલા મહિલાને મદદ પુરી પાડેલ છે. અને ૧,૭૭,૪૨૧ જેટલા કિસ્સામાં સ્થળ ઉપર જ સમાધાન કરી કેસનો નિકાલ કરેલ છે. ૮૬,૦૬૨ જેટલી મહિલાઓના ગંભીરપ્રકારના કિસ્સામાં ઘટના સ્થળ ઉપર જઈને રેસક્યું વાન દ્વારા રેસક્યું કરીને લાંબાગાળાના કાઉન્સિલિંગ માટે સરકારની અન્ય સંસ્થાઓ સુધી પહોચાડવામાં આવેલ હતા. 

જામનગર જિલ્લામાં તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર જઇ 44275 મહિલાને મદદ પુરી પાડેલ છે. જેમાં 36465 કિસ્સામાં સ્થળ ઉપર જ સમાધાન કરી કેસનો નિકાલ કરેલ છે. જ્યારે 7810 મહિલાઓના ગંભીર પ્રકારના કિસ્સામાં ઘટના સ્થળ ઉપર જઈને રેસક્યું વાન દ્વારા રેસક્યું કરીને લાંબાગાળાના કાઉન્સિલિંગ માટે સરકારની અન્ય સંસ્થાઓ સુધી પહોચાડવામાં આવેલ હતા. 

જ્યારે દ્વારકા જિલ્લામાં તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર જઇ 15636 જેટલા મહિલાને મદદ પુરી પાડેલ છે.  12762 જેટલા કિસ્સામાં સ્થળ ઉપર જ સમાધાન કરી કેસનો નિકાલ કરેલ છે. 2874 જેટલી મહિલાઓના ગંભીરપ્રકારના કિસ્સામાં ઘટના સ્થળ ઉપર જઈને રેસક્યું વાન દ્વારા રેસક્યું કરીને લાંબાગાળાના કાઉન્સિલિંગ માટે સરકારની અન્ય સંસ્થાઓ સુધી પહોચાડવામાં આવેલ હતા. 

૧૮૧ હેલ્પલાઇનની વિશેષતા

• મહિલાઓ સામે થતી ઘરેલું કે અન્ય પ્રકારની હિંસા, દુર્વ્યવહાર કે છેડતી જેવી ઘટના વખતે તાત્કાલિક બચાવ અને સલાહ-સુચનની કામગીરી હાથ ધરવી અને મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ મહિલાને તાત્કાલિક સહાય આપી છે.

• ૧૦૮ની સેવા તેમજ ટેકનોલોજીનો ઉપયોગ કરી ૨૪ કલાક સેવાઓ આપતી હેલ્પ લાઈન કાર્યરત કરેલ છે.

• પીડિત મહિલાને ટૂંકા ગાળા અને લાંબા ગાળાનું કાઉન્સેલિંગ અને માર્ગદર્શન પૂરું પાડવું.

મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાઓની પ્રાથમિક માહિતી પૂરી પાડવી.

મહિલાઓ આ સેવા અંતર્ગત મુખ્યત્વે નીચે મુજબની સેવાઓ મેળવી શકે છે.

• ફોને ઉપર જરૂરી માહિતી, માર્ગદર્શન, કાઉન્સેલિંગ વી.ની માહિતી કોઈ મહિલા ઉપર કોઈ હિંસા થઇ રહી હોય તો તેને ​તાત્કાલિક તેમાંથી બચાવવા માટે રેસ્ક્યુની સેવા

• જરૂરી માહિતીમાં સ્થાનિક સ્તરે ઉપલબ્ધ વિવિધ સરકારી સેવાઓ જેવીકે મહિલા પોલીસ સ્ટેશન, વન સ્ટોપ સેન્ટર, મફત કાનૂની સહાય સેવાઓ, કાઉન્સેલિંગ સેન્ટર, સ્વયંસેવી સંસ્થાઓ, મહિલા અને બાલ વિકાસ અધિકારી, સમાજ સુરક્ષા અધિકારી, મહિલા આયોગ,નારી સંરક્ષણ ગ્રુહ વી. મહત્વના માળખાઓની સંપર્ક માહિતી તેમજ કોન્ફરંસ દ્વારા સીધૂ જોડણ કરવામાં આવે છે. સાથેજ, સરકારશ્રી દ્વારા મહિલાઓના વિકાસ માટે શરુ કરવામાં આવેલ વિવિધ યોજનાઓ અને તે મેળવવા માટેના સ્થાનિક સંપર્કની માહિતી આપવામાં આવે છે.

કયા કયા પ્રકારની હિંસા સામે મહિલાને મદદ મળી શકે ?

 • મહિલા સાથે થતી હિંસા (શારીરિક, જાતીય, માનસિક, આર્થિક, કાર્યના સ્થળે, પ્રજોત્પત્તિને લગતી બાબતો)

• શારીરિક તેમજ માનસિક આરોગ્યને લગતી સેવાઓ

• લગ્ન જીવન તેમજ અન્ય સંબંધોના વિખવાદો

• જાતીય તેમજ બાળ જન્મને લગતી બાબતો

• કાનૂની જોગવાઈઓની પ્રાથમિક માહિતી

•માહિતી (કાર્યક્રમો, યોજનાઓ, સેવાઓ)

• આર્થીક  ઉપાર્જન, વ્યવસાયને લગતા પ્રશ્નો રાજ્યની મહિલાને મુશ્કેલીની સ્થિતિમાં ઝડપથી ત્વરિત મદદ મળી રહે તે માટે અધ્યતન ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને સમગ્ર ભારતમાં પહેલી કહી શકાય તેવી ઇન્ટીગ્રેટેડ ૧૮૧ અભયમ મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here