ફ્રેસ અપડેટ્સ : છેલ્લા ૨૪ કલાકના મુખ્ય સમાચારનું સરવૈયું…

0
310

જામનગર : સમગ્ર હાલારનું જનજીવન જાણે થંભી ગયું છે કારણ છે કડકડતી ઠંડી, છેલ્લા ચાર દિવસથી બોકાસો બોલાવતી ઠંડી પડી રહી છે. જો કે ગઈ કાલ કરતા આજે ત્રણ ડીગ્રીનો ઉછાળો આવ્યો છે. બીજી તરફ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈને રાજકીય ચહલ-પહલ શરુ થતા જ મીટીંગો, સ્નેહ મિલન સમારંભો શરુ થઇ ગયા છે. તો કોવીડ હોસ્પિટલમાં દાખલ વધુ એક દર્દીઓનો ભોગ લેવાયો છે.

(૧) સંભવત: ફેબ્રુઆરી માસમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી યોજાવાની છે તે પૂર્વે ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજકીય ચહલપહલ શરુ થઇ ગઈ છે. જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈની આગેવાની નીચે કાલાવડ ખાતે ધારાસભ્ય લલિત વસોયા અને જામનગરના બંને ધારાસભ્યો અને સંગઠનના મુખ્ય હોદેદારોની હાજરીમાં સ્નેહ મિલન યોજાયો હતો. જયારે શહેર કોંગ્રેસમાં રાજકીય સંચાર માટે આવતી કાલે પ્રભારીની ટીમ ધામા નાખશે અને ઉમેદવારોના મત જાણશે.

(૨) જામનગર મહાનગરપાલિકાના વિસ્તારોમાં અગાઉ મંજુર થયેલ રોડ-ગટર અને પાણીની લાઈન સહિતના વિકાસ કાર્યોનો  ધમધમાટ ભાજપ દ્વારા શરુ કરાયો છે. દરરોજ નવા નવા કામના ખાત મુર્હુત કરવામાં આવી રહ્યા છે. રાજકીય પંડિતો આ કામગીરીને આગામી ચૂંટણી પ્રચારનો ભાગ ગણી રહ્યા છે.

(૩) સમગ્ર હાલારમાં રાજકીય ચહલ પહલ તો શરુ થઇ જ છે. સાથે સાથે શીયાળાએ પણ પોતાનો અસ્સલ મિજાજ બતાવ્યો છે. છેલ્લા પાંચ દિવસથી કડકડતી ઠંડી પડી રહી છે. જો કે ગઈ કાલ કરતા આજે ત્રણ ડીગ્રી તાપમાન ઊંચકાયું છે. આજે ન્યુનતમ તાપમાન ૧૦.૨ રહ્યું છે,

(૪) હરિયાણાના નાયબ મુખ્ય મંત્રી માટે દ્વારકાધીશ મંદિર દોઢ વાગ્યા સુધી ખુલ્લું રાખવાનો મુદ્દો ગરમાયો, આવેદન આપવામાં આવ્યું, અઠવાડિયામાં જવાબદારો સામે પગલા નહી લેવાય તો પોલીસ ફરિયાદ કરવાની અરજદારનો તૈયારી, અગાઉ પણ જગતમંદિર વધુ સમય ખુલ્લી રાખવામાં આવ્યું છે એવું પ્રાંત અધિકારી અને દેવસ્થાન સમિતિના સભ્યના કથનથી આ પ્રકરણમાં કોઈ પગલા નહી ભરાઈ એમ પ્રબુદ્ધ નાગરિકોએ મત દર્શાવ્યો છે.

(૫) દેવભૂમિ દ્વારકા જીલ્લામાં અનેક જમીન કૌભાંડમાં સંડોવાયેલ વકીલ ચાંદલિયાને એલસીબીએ ચોટીલા પાસેથી ઉથાવી લીધો, આજે કોવીડ ટેસ્ટ બાદ સતાવાર ધરપકડ

(૬) જામનગરમાં સગપણ તૂટી જતા યુવાને જીવતર પણ ટુકાવી લીધું

(૭) કોરોના કાળમાં જાગૃતિ જ એક માત્ર વિકલ્પ, ખંભાલીયામાં દર વર્ષે ઉજવાતો સોનલ બીજ મહોત્સવ આ વર્ષે મોકૂફ રાખવાનો નિર્ણય  લેવાયો, ગઢવી સમાજના આગેવાનોનો પ્રસંસનીય નિર્ણય

(૮) રાજકારણમાં શરાબ, સબાબ –કબાબ આમ બાબત માનવામાં આવે છે. ત્યારે ભાણવડ નગરપાલિકાના વિપક્ષી નેતા ૩૧ની રાત્રે કારમાં દારુ ઢીંચીને નીકળતા પોલીસે પકડી પાડ્યા છે. જયારે ધ્રોલ પોલીસે દારૂ ઢીંચી નીકળેલ એસઆરપીમાં અભ્યાસ કરતા એક સખ્સને પકડી પાડ્યો છે.

(૯) જામનગરમાં ક્રિકેટના બે ડબ્બા પકડાયા, દિગ્વિજય પ્લોટ અને કામદાર કોલોનીમાં ચાર સખ્સો મોબાઈલ એપ્લીકેશનથી ઓસ્ટ્રેલીયામાં રમતી ૨૦-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ પર પન્ટરો પાસેથી લેતા હતા સટ્ટો,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here