જામનગરમાં પાર્સલના ધંધા સાથે સંકળાયેલ ઇન્ટાર્કટ સવિર્સ પ્રાઇવેટ લિમેટેડ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા કુલદિપભાઇ મહેન્દ્રભાઇ વાધેલાએ પેઢીમાં જ નોકરી કરતા નીકુંજભાઇ હિતેન્દ્રભાઇ જાની રહે સુભાષપરા મહાદેવ મંદીર બાજુમા જામનગર વાળા સામે સીટી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જેમાં આરોપી તા-૧૫/૦૫/૨૦૨૧ થી તા.૩૧/૦૫/૨૦૨૧ દરમિયાન પેઢીમાં કાર્યરત હતો તે સમયે ઇન્ટાકાર્ટ સર્વીસ પ્રાઇવેટ લીમીટેડ કંપનીના ટીમ લીડર તરીકે ફરજ બજાવતા હોય અને તેમના અંડરમા કંપનીના આવેલ પાર્સલો ગ્રાહકોને આપી તેની કીમત વસુલી આગળ રકમ કંપનીમા પરત જમા કરાવવાની કામગીરી હતી. આ કામગીરી કંપની તેમની નીમંણુકથી તેમના વિશ્વાસ પર ચલાવતા હતા. પરંતુ આરોપીએ કંપનીના વિશ્વાસનો ફાયદો ઉપાડી કંપનીના અલગ અલગ પાર્સલો લેપટોપ તથા મોબાઇલફોન નંગ ૧૪ કિ રૂ. ૩,૬૬,૨૬૫ પોતાના અંગત ઉપયોગમા વાપરી નાખતા કંપનીએ આ રુપીયા પરત જમા કરવાનુ કહ્યું હતું જેની સામે આરોપીએ રૂ.૯૭૦૦૦ તથા બે લેપટોપ જમા કરાવ્યા હતા. જ્યારે બાકીના રૂ ૨,૧૦,૦૦૦ પરત નહી આપી કંપની સાથે વિશ્વાસઘાત કર્યો હતો. જેને લઈને મેનેજરે તેની સામે ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એસ એમ રાદડીયા સહિતના સ્ટાફ દ્વારા તાપસ હાથ ધરવામાં આવી છે.