સો રૂપિયામાં તો ત્રણ ત્રણ પોલીસકર્મીઓએ વર્દીની આબરૂ નીલામ કરી, એસીબીની ઝપટે ચડી ગયા

0
1085

જામનગર :અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીઓને એસીબીએ માત્ર સો રૂપિયાની લાંચ લેતા પકડી પાડ્યા છે. શાકભાજીની લારી ચાલવતા સખ્સ પાસેથી આ ત્રણેય પોલીસકર્મીઓએ ચોક્કસ સ્થળે રેકડી ઉભી રાખવા માટે લાંચની માંગણી કરી હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ ગાયકવાડ હવેલી પોલીસ દફતરમાં ફરજ બજાવતા ત્રણ પોલીસકર્ચારીઓ આજે એસીબીની જપ્ટે ચડી ગયા છે. હેડ કોન્ટેબલ ક્રિષ્ના બારોટ, પોલીસ કોન્સ્ટેબલ દિલીપ બારોટ અને પ્રભુદાસ ડામોર નામના ત્રણ પોલીસકર્ચારીઓએ એક રેકડી ધારકને ચોક્કસ જગ્યાએ રેકડી ઉભી રાખવા માટે સો રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જેને લઈને શાકભાજી વિક્રેતાએ એસીબીમાં રાવ કરી હતી. જેને લઈને આજે એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું. જેમાં આ ત્રણેય પોલીસ કર્મચારીઓ સો રૂપિયાની લાંચ લેતા આબાદ પકડાઈ ગયા હતા. એસીબીની ટીમે ત્રણેય પોલીસ કર્મચારીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here