જામનગર : બોયફ્રેન્ડે દિલ્લીની ગર્લફ્રેન્ડને જામનગર બોલાવી લીધી..પણ પછી થયું આવું

0
1076

જામનગર : જામનગરમાં રહેતા એક નેપાળી યુવાને સોશિયલ મીડિયાના માધ્યમથી દિલ્લીની પરિણીતા સાથે મૈત્રી બાંધી જામનગર બોલાવી લીધી હતી. બે સંતાનો છોડી જામનગર આવેલ પરિણીતા નેપાળી યુવાન સાથે રહેવા લાગી પણ સમય જતા યુવાને પડખું ફેરવ્યું ને શરુ થયો અત્યાચાર,

વાત જામનગર શહેરની છે અહી નેપાળથી એક યુવાન રોજીરોટી અર્થે સેટ થવા આવે છે. કામધંધો મળી જતા તે યુવાન દિગ્જામ સર્કલ નજીક એક ફ્લેટમાં ભાડાથી રહે છે. સમય જતા શોશિયલ મીડિયા દ્વરા આ યુવાન દિલ્લીની એક પરિણીતા સાથે પરિચયમાં આવે છે. થોડા સમય સુધી મેસેજની આપલે થયા બાદ બંને વચ્ચે પ્રણયના અંકુર ફૂટ્યા હતા. એક સમય એવો આવ્યો કે બંને એક બીજાને પામવા અધીરા બની ગયા,

જામનગર રહેતા યુવકે તેણીને જામનગર આવી જવાનું આમંત્રણ આપ્યું, પરિણીત પ્રેમિકાએ આ આમંત્રણનો સ્વીકાર કરી પોતાના બે સંતાન અને પતિને છોડી જામનગર આવી ગઈ અને યુવાન સાથે રહેવા લાગી હતી. યુવતીને થોડો સમય સ્વર્ગ જેવો અનુભવ થયા બાદ શરુ થયો નેપાની યુવાનનો અત્યાચાર, કાયમના ત્રાસ અને મારને લઈને તેણીના પડોશમાં રહેતા નાગરિકોએ ૧૮૧માં કોલ કરી તેણીને બચાવી લેવા વિનંતી કરી હતી. જેને લઈને અભયમની ટીમે ત્યાં પહોચી યુવતીનો કબજો સંભાળ્યો હતો. આ બનાવ સમાજમાં આકાર પામતા પ્રેમ અને અનૈતિક સબંધોની ચાડી ખાય છે. આવા કિસ્સામાં પરિપક્વતાનો અભાવ ઉડીને આંખે વળગે છે ત્યારે સમાજના વડીલોએ આ બાબતની ગંભીરતાને સમજી ઉછેર કરવો જોઈએ એ આજના સમયની માંગ બની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here