ફાયરીંગ અપડેટ્સ : નામચીન સખ્સનો કુખ્યાત ભાઈ પકડાયો, આરોપીની આવી છે ક્રાઈમ કુંડળી

0
1050

જામનગર : જામનગરમાં ગત તા. ૩જી જુલાઈના રોજ આહીર બિલ્ડર પર કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલના ઇસારે શૂટર્સ રોકી હત્યા કરાવવાના કારસા અને ફાયરીંગ પ્રકરણમાં સંડોવાયેલ અને લાંબા સમયથી નાસતા ફરતા કુખ્યાત રજાક સોપારીના કુખ્યાત ભાઈને રેંજ પોલીસે દબોચી લીધો છે. આ આરોપી સામે હત્યા, લુંટ અને ફાયરીંગ તથા હથિયાર સબંધિત ઈતિહાસ છે.

જામનગરમાં જુલાઈ માસના પ્રથમ સપ્તાહમાં લાલપુર બાયપાસ પાસે ક્રિષ્નાપાર્કમાં આહીર બિલ્ડર ગીરીશ ડેર પર ત્રણ અજાણ્યા સખ્સોએ ફાયરીંગ કરી હત્યા નીપજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રકરણમાં સંડોવાયેલ ત્રણ સખ્સોને અમદાવાદ એટીએસની ટીમે પકડી પાડ્યા હતા. જામનગર પોલીસે ત્રણેય સખ્સોને રિમાન્ડ પર લઇ આ પ્રકરણની સમગ્ર કડીઓ મેળવી હતી. જેમાં કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલને ક્રિષ્નાપાર્ક વાળી જગ્યાના મૂળ માલિકો સાથે થયેલ મનદુઃખને લઈને ત્યાર બાદ બિલ્ડરે જમીન પર બાંધકામ શરુ કરતા આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું હતું. આરોપી જયેશ પટેલએ જામનગરના નામચીન રજાક સોપારી, તેના ભાઈ અને જસપાલસિંહની મદદથી આ વારદાતને અંજામ અપાવ્યો હોવાનું સામે આવ્યુ હતું. પોલીસે જામનગરના જશપાલસિંહ જાડેજાની ધરપકડ કરી હતી. દરમિયાન શૂટર્સ અને જશપાલના રિમાન્ડ પૂર્ણ થતા તમામને જેલ હવાલે કરવામાં આવ્યા છે.  

એલસીબી નામચીન રજાક સોપારી અને તેના ભાઈ તેમજ હુસેન દાઉદ ચાવડા અને જમીન માફિયા જયેશ પટેલની શોધખોળ ચલાવી રહી છે. ત્યારે રજાકનો ભાઈ હુસેન રાજસ્થાન તરફથી ટ્રક વાટે જામનગર તરફ આવતો હોવાની ચોક્કસ હકીકતના આધારે રેંજ પોલીસે ગઈ કાલે વાંકાનેર બાઉન્ડ્રી પાસે વોચ ગોઠવી હતી જેમાં ચોક્કસ ટ્રકમાંથી ઉતરેલ હુસેનને પોલીસે પકડી પાડ્યો હતો.

આ સખ્સ સામે અગાઉ સીટી એ ડીવીજનમાં અપહરણ, મની લેન્ડેરીંગ, કાવતરું, ગેરકાયદેસર મિલતકમાં પ્રવેશ, લુંટ અને સીટી બી ડીવીજન પોલીસ મથકમાં હત્યા, હત્યા પ્રયાસ અને ધાક ધમકી તેમજ પંચકોશી બી ડીવીજનમાં આર્મ્સ એક્ટ, હત્યા પ્રયાસ, કાલાવડ પોલીસમાં આર્મ્સ એક્ટ સહિતની કલમો મુજબ ફરિયાદ નોંધાઈ ચુકી છે. આ સખ્સ સામે કુલ સાત ગંભીર ગુના નોંધાયા છે. આ પ્રકરણમાં હજુ જમીન માફિયા જયેશ પટેલ અને આરોપી હુસેનના નામચીન ભાઈ રજાક ઉર્ફે સોપારી હજુ ફરાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here