સુવિધા : જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રોડ પહોળા બનાવવા ૭૮૫૬ લાખના કામ મંજુર

0
696

જામનગર : પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગતજામનગર અને દેવભૂમિ દ્વારકા મા મળીને જુદા જુદા ૧૬ રોડ પહોળા કરવાના રૂપિયા ૭૮૫૬.૩૭ લાખના કામો મંજુર થયા છે.  સંસદસભ્ય પૂનમબેન માડમની ભલામણ ગ્રાહ્ય રાખી સરકાર દ્વારા લેવાયેલ નિર્ણયથી પરિવહન વધુ સરળ બનશે. આ કામથી બંને જીલ્લાનો ૧૬૧ કીમી રોડ ૩.૭૫ મીટરમાંથી ૫.૫૦ મીટર બની જતા પરિવહન વધુ સારું બનશે.

પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના -૩ અંતર્ગત બીજા તબક્કાના કામો હેઠળ જુદા જુદા ચાર વિધાનસભા વિસ્તારમા આવતા કુલ મળીને ૧૬૧.૧૯ કિોલોમીટર ના રોડ માટે  સરકાર દ્વારા ૭૮૫૬.૩૭ લાખનો ખર્ચ મંજુર કરી જોબ નંબર ફાળવી આપ્યા છે. આ મંજુર થયેલા કામોમા જામજોધપુર વિધાનસભા વિસ્તારમાં એમ.ડી.આર.થી પાટણ પરડવા અમરાપર રોડથી સખપુર ધ્રાફા લલોઇ શેઠવડાળા  ભોજાબેડી વિરપુર રોડ, એસ.એચ.થી હરીપર પીપરટોડા થી જો. એસ.એચ. રોડ  તેમજ ખંભાળીયા વિધાનસભા વિસ્તારના વડાલીયા સિંહણથી મહાદેવીયા રોડ,બજાણા આંબરડીથી ચોખંડા રોડ, ઘુમલી મોખાણાથી રાજપરા ધોરી માર્ગને જોડતો રોડ, ઉપરાંત કાલાવડ વિધાનસભા હેઠળના છતર મોટીવાવડી નવાગામ રોડ,બેરાજા ડુંગરાણી દેવળીયા રોડ,એસ.એચ.થી શાંતિનગર બાલંભા થી મેરાણા રોડ,લતીપર પીઠડ જશાપર રોડ ,ખારવા હમાપર જાલીયા દેવાણી રોડ અને દ્વારકા વિધાનસભા વિસ્તારના રાજપરા પોશીત્રા રોડ,ગોરીંજા જુની ધ્રેવાડ મેરીપર રોડ,એસ.એચ.થી ભાટીયા હડમતીયા જોધપુર રોડ,એસ.એચ.થી સુરચપર મોવાણા રોડને પહોળા કરવાનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે શહેરી વિસ્તારોની સમાંતર જ ગ્રામ્ય વિસ્તારોના વિકાસ ને કેન્દ્ર સરકારએ પ્રાધાન્ય આપ્યુ છે જે અંતર્ગત ગ્રામીણ સડકો વિકસાવી ગ્રામ્ય વિસ્તારોમાં આવન જાવન ની સુખાકારી વધે છે  ખાસ કરીને  ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાઓ વધતા ધંધા-રોજગાર વગેરે વધતા નાગરીકોના આવન જાવન વધતા પરિવહન સુવિધાની સાનુકુળતા માટે રોડ પહોળા કરવાની જરૂરિયાત હોવા અંગેની રજુઆતો ને સરકારએ મહત્વ આપી આ નોંધપાત્ર રકમના વિકાસ કાર્યો મંજુર કર્યા છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમએ આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે બંને જિલ્લાઓના જુદા જુદા તાલુકાઓના મોટી સંખ્યાના ગામોના ગ્રામજનોને પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત આ નવી સુવિધાઓના અભિનંદન પાઠવી પરિવહન સાનુકુળતાની શુભકામનાઓ પાઠવું છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here