ઢળતી ઉમરે પતિના અનૈતિક સબંધોના પુરાવા મળ્યાને વૃધ્ધા ચાલી આપઘાત કરવા..પણ

0
884

જામનગર : સમયમાં સૌથી મોટું દુષણ હોય તો તે છે અનૈતિક સબંધો, મોટા ભાગના ગેરકાયદેસરના સબંધોમાં સગાસબંધીઓ જ સજાતીય અને વિજાતીય પાત્રોમાં હોય છે. પરંતુ એવા પણ અનેક કિસ્સા જોવા મળ્યા છે જે ઢળતી ઉમરે એટલેકે વૃદ્ધ અવસ્થામાં પણ અનૈતિક સબંધોમાં રચ્યા પડ્યા હોય, આવો જ એક વૃદ્ધ દંપતીના કિસ્સામાં વૃદ્ધ પત્નીને પત્નીએ કરતુતની ખબર પડી જતા સમગ્ર મામલો ૧૮૧ અભયમની ટીમ સુધી પહોચ્યો હતો. અને આત્મહત્યા કરવા નીકળેલ વૃદ્ધાને પરત સંસારમાં મોકલી દેવામાં આવી છે.

વાત છે વડોદરા શહેરની, અહી એક બેંકમાં નોકરી કરતા વૃદ્ધનો સંસાર હાલ હાલકડોલક થવા લાગ્યો છે. કેમ કે બેંક કર્મચારી પતિએ કામ જ એવું કર્યું છે. ચાલી વર્ષના લગ્ન ગાળા દરમિયાન ત્રણ સંતાનોના બાપ બની, સંતાનોને પણ પગભર કરી દેવા છતાં વૃદ્ધ પોતાની પત્નીને દગો કરી અન્ય સ્ત્રી સાથે અનૈતિક સબંધથી જોડાયા હતા. વૃદ્ધ પત્નીને આ વાતની ત્યારે ખબર પડી જયારે તાજેતરમાં ઘરના કબાટની સાફ સફાઈ કરતી વેળાએ પત્નીને પ્રેમ પત્રો હાથ લાગી ગયા. પછી શું ? ઘરમાં ડખ્ખો, એક તબ્બકે વૃદ્ધાએઆપઘાત કરવાનું વિચારી લીધું હતું. પરંતુ અંતિમ પ્રયાસ રૂપે તેણીએ ૧૮૧ અભયમ સેવામાં ફોન કરી પતિના અનૈતિક સબંધો  અને આપઘાત અંગેની વાત કરી હતી. જેને લઈને ૧૮ની ટીમે તુરત સ્થળ પર પહોચી બંનેના સબંધો અંગેનું કાઉન્સેલિંગ કરી, વૃધ્ધાને આપઘાત કરતા અટકાવી હતી. અને વૃદ્ધ પતિ પાસેથી પણ બાહેંધરી અપાવી હતી. આમ અંતે ઘીના ઠામમાં ઘી પડી ગયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here