દ્વારકા: પરિણીતા સાથે યુવાનેધરાર પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરી કર્યું આવું

નંદાણાની પરણિતાને છૂટાછેડા લેવડાવવા દબાણ કરી આરોપીએ તેના અશ્લિલ ફોટા વાયરલ કરી દીધા પોતાને તેણી સાથે પ્રેમસંબંધ અને શારીરિક સંબંધ હોવા આ અંગે મોબાઇલ ફોનથી ફોન કરી,વોટ્સએપ મેસેજ અને વિડિઓ કોલ કરી તેણીની જાણ બહાર અશ્લીલ સ્ક્રીનશોટ પાડીને વાયરલ કર્યા

0
850

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતી એક પરિણીતાને આરોપીએ તેમના પતિથી છૂટાછેડા લેવાના ઈરાદે તેણીના અસ્લીલ ફોટા વાયરલ કરી તેણીનું અપહરણ કરી લેવાની અને તેના માતા-પિતા હેરાન પરેશાન કરવાની ધમકી આપ્યાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાવવામાં આવી છે.


દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતી પાયલબેન અનિલભાઈ હરદાસભાઇ આંબલીયા નામની પરિણીતાએ ધતુરીયા ગામના ભરત કનુભાઈ ભોચિયા નામના શખ્સ સામે કલ્યાણપુર પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી છે.

આરોપી ભરતે તેણીને બદનામ કરવા તથા તેના પતિથી છૂટાછેડા લેવડાવી લેવાના ઈરાદે, અવાર નવાર પોતાને તેની સાથે પ્રેમ સંબંધ અને શારીરિક સંબંધ હોવા અંગેના મોબાઇલ ફોનથી ફોન કરી તેમજ વોટ્સએપ મેસેજ કરી તેમજ તેની જાણ બહાર વિડીયો કોલના અસ્લીલ સ્ક્રીનશોટ પાડી, આરોપીએ પોતાના મોબાઈલ ફોનમાં સ્ટેટસમાં રાખી વાયરલ કરી દીધા હતા. જો તેણી તેના પતિથી છૂટાછેડા નહિ લે તો તેણીનું અપહરણ કરી જવાની તેમજ પરિવારના માતા-પિતાને હેરાન પરેશાન કરવાની અને તેણીની પોતાની સાથે લગ્ન નહીં કરે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ બનાવ અંગે પાયલબેન સાયબર સેલમાં આરોપી સામે ફરિયાદ કરી હતી. જેને લઇને કલ્યાણપુર પોલીસે સહિતની કલમો મુજબ ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here