જામનગર: આવતીકાલે સૂર્યનો પડછાયો થશે ગાયબ

0
692

જામનગરના નભોમંડળમાં શનિવારે વધુ એક ખગોળીય ઘટના સર્જવા જઇ રહી છે. શનિવાર અને ૪ જૂનના દિવસે “ઝીરો શૅડો ડે” તરીકે ઉજવાશેઅને બપોરના ૧૨.૪૮ મિનિટે સૂર્ય બરાબર માથા પર આવશેઅને તેનો પડછાયો એક મિનિટ માટે સંપૂર્ણપણે બંધ થઈ જશે. જેથી ૪ જૂન ની “ઝીરો શૅડો ડે” તરીકે ઉજવણી કરાશે.

 ખગોળીય ઘટનાની દ્રષ્ટિએ વર્ષમાં બે વખત સૂર્ય બરાબર માથા પર આવે ત્યારે તે જગ્યાએ અમુક ક્ષણો માટે પડછાયો અદશ્ય થઈ જાય છે. જેને  ઝીરો શૅડો ડે તરીકે ઓળખવામાં આવે છે.

પૃથ્વી પોતાની ધરી ઉપર પરિભૃમણ કરે છેઅને સૂર્ય ની આસપાસ પરિક્રમા કરે છે.

સૂર્ય  હંમેશા એકની એક જગ્યા એ ઊગતો દેખાતો નથીઉનાળામાં ઉત્તર તરફ ખસતો દેખાય છેઅને શિયાળા માં તે દક્ષિણ તરફ ખસતો દેખાય છે.

સૂર્ય પોતાની ઉત્તર તરફ ની આકાશીયાત્રા દરમ્યાન વધુમાં વધુ ખસીને ૨૩.૫ અંશે ઉગ્યા બાદ ફરી દક્ષિણ તરફ ખસવા માંડે છે. તેને દક્ષિણાયન કહેવાય છે. જે ૨૨ જુન આસપાસ હોય છે. આ દિવસે આપણા ત્યાં મોટામાંમોટો દિવસ હોય છે.

સૂર્ય ની ગતી દરમ્યાન પૃથ્વી ના કર્કવૃત-(ટ્રોપિક ઓફ સેન્સર)

+૨૩.૫ અંશ. અને મકરવૃત(ટ્રોપિક ઓફ કેપરિકોન)-૨૩.૫ અંશ ના વિસ્તાર માં વર્ષ દરમિયાન “ઝીરો શૅડો ડે” બે દિવસ થાય છે.

જ્યારે સૂર્ય નું ડેકલિનેશન-ઉંચાઇ અને તે સ્થળના અક્ષાંસ સરખા હોય,જ્યારે સૂર્ય લોકલ મેરિડીયન ને ક્રોસ કરે ત્યારે સૂર્ય કિરણ તે સ્થળે બરાબર લંબ આકારે પડેત્યારે ત્યાં થોડી ક્ષણો માટે પડછાયો અદ્શ્ય થઈ જાય છે.

અલગઅલગ સ્થળો માટે અક્ષાંસ મુજબ સૂર્ય ની બરાબર માથે આવવાની તારીખ અને સમય અલગઅલગ હોય છે. જુદા જુદા શહેરોની તારીખ અને સમય નીચે મુજબ છે.

દ્વારકા    – ૨ જુન ;-૧૨.૫૦

રાજકોટ – ૩ જૂન ;-૧૨.૪૫

જામનગર-૪ જુન;-૧૨.૪૮

ધ્રોલ -૫ જુન ;-૧૨.૪૭

મોરબી  -૭ જુન ;-૧૨.૪૯.

ભૂજ -૧૩  જુન ;-૧૨.૫૧

સૂર્યની દક્ષિણાયન ગતી દરમ્યાન ૮ જુલાઈ ના રોજ ફરી થી જામનગર શહેર માં ઝીરો શૅડો ડે માણી શકાશે.આ દિવસે જામનગરમાં ફરી  થોડી ક્ષણો માટે સૂર્ય નો પડછાયો અદ્શ્ય થઇ જશે.ઉપરોક્ત બંને દિવસો દરમિયાન જામનગરની ખગોળ પ્રેમી જનતાએ સૂર્ય પ્રકાશ નીચે ઊભા રહીને સ્વયંભૂ તેની અનુભૂતિ કરવા, અને આ અલૌકિક ખગોળીય ઘટનાના જાતેજ સાક્ષી બનવા માટેનો જામનગર ખગોળવિદ કિરીટભાઈ શાહ દ્વારા અનુરોધ કરાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here