દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં રહેતી એક પરિણીતા તેના સંપર્કમાં આવેલા ખંભાળિયાના શખ્સે તેણીને લગ્નની લાલચ આપી પતિ સાથે છૂટાછેડા વાત કરાવી દોઢ વરસના ગાળા સુધી શારીરિક સંબંધો બાંધી લગ્ન કરવાનો ઇનકાર કરી દેતાં તેણીની આરોપી સામે દ્વારકા પોલીસ દ્વારા બળાત્કાર સંબંધિત ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની દ્વારકા પોલીસ દફતરમાં નોંધાયેલી ફરિયાદ ની વિગત મુજબ દ્વારકામાં ટીવી સ્ટેશન નજીક એરપોર્ટની સામે રહેતા એક પરિવારની ૨૮ વર્ષીય યુવતીને ખંભાળીયા ખાતે રહેતા બિપીન કાળુભાઈ ચોપડા નામના શખ્સે પરિચય કેળવી તેણીના પતિ સાથે છૂટાછેડા લેવાનું જણાવ્યું હતું આરોપીએ તેણીની સાથે વિશ્વાસ સંપાદન કરી લેતા તેણે તેને તેના પતિ સાથે છૂટાછેડા થઈ ગયા હતા.

આરોપીએ તેણીને છૂટાછેડા બાદ લગ્ન કરવાની લાલચ આપી હતી. જેને લઇને ભડવાઈ ગયેલી પરિણીતાએ પતિ સાથે સંબંધો કાપી નાખી છૂટાછેડા લઈ લીધા હતા ત્યારબાદ આરોપીએ છેલ્લા દોઢ વર્ષના ગાળામાં તેણીની સાથે અનેક વખત શરીરસુખ માણ્યું હતું. જ્યારે તેણે લગ્ન કરવાનું કહેતા આરોપી ચોપડાએ તેણીને ચોખ્ખી ના પાડી દીધી હતી અને હવે લગ્ન કરવાનું કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી.

જેને લઇને નિઃસહાય બનેલી યુવતીએ પ્રથમ પોલીસ દફતરમાં અરજી કરી હતી. જે અરજીની ખરાઈ બાદ પોલીસે આરોપી બીપીન ચોપડા સામે બળાત્કાર સંબંધિત ફરિયાદ નોંધી હતી. આ ફરિયાદના આધારે દ્વારકા પીએસઆઇ બી એચ જોગલ સહિતના સ્ટાફે આરોપીને પકડી પાડવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા દોઢ વર્ષના ગાળા દરમ્યાન આરોપી ને તેણીની સાથે અનેક વખત શારીરિક સુખ માણી બળાત્કાર ગુજાર્યો હતો પોલીસે મહિલાનો કબ્જો સંભાળી મેડીકલ પરીક્ષણ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.