દ્વારકા : મધ દરિયે આગમાં સપડાયેલ ‘હરસિધ્ધિ’ને બચાવવા રાજ રતન દૂત બની આવી, આવી છે દિલધડક કહાની

0
361

દ્વારકા : 11 માર્ચ 2021ના રોજ સાંજે લગભગ 1830 કલાકે ભારતીય તટરક્ષક દળના જહાજ (ICGS) રાજરતનને પોતાના ક્ષેત્રમાં પેટ્રોલિંગ દરમિયાન ભારતીય માછીમારી બોટ (IFB) દેવ તરફથી સંદેશો મળ્યો હતો કે, સાત ક્રૂ સાથેની IFB હરસિદ્ધિ નાવદ્રાથી અંદાજે 37 નોટીકલ માઈલ દુર  સમુદ્રમાં આગમાં લપેટાઇ ગઇ છે.

ICGS રાજરતનને રિપોર્ટિંગ કરવામાં આવેલી જગ્યાએ શોધખોળ કરવાના અને તમામ સહાય પૂરી પાડવાના નિર્દેશો આપવામાં આવ્યા હતા. ICGS રાજરતન પોતાની મહત્તમ ઝડપ સાથે સ્થળ પર પહોંચ્યું હતું અને આગ બુઝાવવાનું કામ હાથ ધર્યું હતું. તમામ સાતેય ક્રૂને બચાવીને નજીકમાં રહેલી IFB ગાત્રાલ માછીમારી બોટ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. ક્રૂને ICGS રાજરતન પર લઇ જવામાં આવ્યા હતા અને તેમને જરૂરી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી તેમજ તેઓ સ્થિર અને સ્વસ્થ સ્થિતિમાં હોવાનું જાણવા મળ્યું હતું. સતત બે કલાક સુધી સતત આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હોવા છતાં, હોડીને બચાવી શકાઇ નહોતી અને છેવટે દરિયામાં ડુબી ગઇ હતી. બચાવી લેવામાં આવેલા ક્રૂને જાણ કરવામાં આવી હતી કે તેમની હોડીમાં એન્જિન રૂમમાં આગ લાગી હતી અને આગ બહુ ઝડપથી ફેલાઇ રહી હોવાથી તેમની પાસે પ્રતિક્રિયા માટે સમય રહ્યો નહોતો.ક્રૂને ICGS રાજરતન દ્વારા 12 માર્ચ 2021ના રોજ અંદાજે 0300 કલાકે પોરબંદર લાવવામાં આવ્યા હતા અને સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here