પવિત્ર ભૂમિ પર ભગવાન દ્વારકાધીશે દ્વારકાનગરી વસાવી એ જ પવિત્ર દ્વારકા ભૂમિને લાંછન લગાવતો કિસ્સો દ્વારકા પોલીસ દફતર પહોંચ્યો છે. એક નરાધમ શખ્સે કાકી સાથે સફાઈ કરવા ગયેલ સગીરાને 20 રૂપિયા આપી શારીરિક છેડછાડ કરી હોવાની ઘટના સામે આવી છે. નરાધમ શખ્સ સામે પોલીસે ફરિયાદ નોંધી છે.
સરમ ઉપજાવે તેવા બનાવની વિગત મુજબ, દ્વારકાથી 5 કિમિ દૂર ચરકલા ફાટક રોડ, હોટેલ હોર્થોનની સામેના ભાગે પ્રહાર ભવન દ્વારકા રહેતા કાકી તેની 10 વર્ષીય સગીર ભત્રીજીને સાથે સાફ સફાઈ માટે ગયા હતા. તા. 5મી ઓક્ટોબરના રોજ કામ કરવા ગયેલ કાકી અલગ જગ્યાએ કામ કરતા હતા ત્યારે એકલી પડેલ સગીરા ભત્રીજી પર ભવનમાં રહેતા નૈલેશભાઇ વાયડાએ નજર બગાડી હતી.
સગીરવયની દિકરીને આરોપીએ રૂ. ૨૦ આપી અને તેના ગાલમા બકી (કિસ) ભરી અને તેનું ટીશર્ટ ઉંચુ કરી ફરીથી કિસ કરવાનું કહી છેડતી કરી હતી. જેથી સગીરા એકદમ ડઘાઈ ગઈ હતી. દિવસો સુધી આ વાત મનમાં રાખ્યા બાદ હિંમત કરી સગીરાએ આ વાત તેના પરિવારમાં કરી હતી. જેના પગલે સગીરાના પરિવારજનોએ પોલીસ દફતર પહોંચી આરોપી સામે પોકસો અને છેડતી સંબંધિત ફરિયાદ નોંધાવી હતી.