દ્વારકા : ક્લાસ વન અધિકારીને બે વર્ષ અને મળતિયાને એક વર્ષની સજા, કોણ છે અધિકારી ? જાણો

0
1765

જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ જી.ઇ.બી. કચેરીમાં ફરજ બજાવતા તત્કાલીન નાયબ ઈજનેર (વર્ગ એક) કલ્પેશભાઇ ઠાકોરભાઈ પટેલ અને નાયબ ઇજનેર, વર્ગ-૧ જી.ઇ.બી. ભાણવડ તથા તેના મળતીયા બળવંતભાઇ કાનજીભાઇ પોપટ બંને રૂપિયા ૫ હજારની લાંચ લેવા સબબ એસીબીએ ટ્રેપમાં સપડાયા હતા.

વર્ષ ૨૦૦૧માં થયેલ ટ્રેપ બાદ આ કેશ ચાલી જતા બીજા એડીશ્નલ સેશન્સ જજ ખંભાલીયાની કોર્ટમાં કેશ ચાલ્યો હતો. અદાલતમાં રજુ થયેલ ચાર્જસીટ  બાદ ન્યાયીક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં એસીબી દ્વારા રજુ થયેલ ફરીયાદી, પંચ, તપાસ કરનાર અમલદાર વિગેરેના મૌખિક પુરાવા અને દસ્તાવેજી પુરાવા ધ્યાને લઇ સરકારી વકીલ લાખાભાઈ ચાવડાની ધારદાર રજુઆત ધ્યાને લઇ, સેકન્ડ એડીશ્નલ સેશન્જ જજ ડી.ડી.બુધ્ધદેવએ આરોપી કલ્પેશભાઇ ઠાકોરભાઇ પટેલ નાયબ ઇજનેર જી.ઇ.બી. ભાણવડ વર્ગ-૧ ને એક વર્ષની સાદી કેદની સજા તથા રૂા.૨,૦૦૦નો દંડ અને જો દંડ ન ભરે તો ત્રણ માસની સાદી કેદની સજા તથા ભૂ.નિ.અધિ.સને ૧૯૮૮ ની કલમ ૧૩(૧)(ધ) તથા ૧૩(ર) મુજબ બે વર્ષની સાદી કેદની સજા તથા રૂા.૫,૦૦૦ દંડ, જો દંડ ન ભરે તો છ માસની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે  તેમજ આરોપી બળવંતભાઈ કાનજીભાઇ પોપટને એક વર્ષની સાદી કેદની સજા તથા રૂા.૨,૦૦૦ દંડ, જો દંડ ન ભરે તો ત્રણ માસની સાદી કેદની સજા કરવામાં આવી છે.

વર્ષ ૨૦૦૧માં ભાણવડ જીઈબી દ્વારા એક દુકાનદારનું ઇલેકટ્રીક મીટર કાઢી ગયેલ જે મીટર પાછુ લગાડી આપવા અને કેસ ફાઇલ કરવા આરોપીઓએ રૂા.૫,૦૦૦ની લાંચ માંગી હતી અંતે ૪,૦૦૦ની રકમ નકકી થઈ હતી. આ ચાર હજારની રકમ લેતા બલવંત પકડાયા બાદ એસીબીએ ક્લાસ વન અધિકારીની ધરપકડ કરી હતી. ત્યારબાદ કાયદાકીય પ્રક્રિયા શરુ થઇ હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here