જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે પોલીસ દ્વારા માસ્કની દંડાત્મ કાર્યવાહી વખતે પોલીસ અને ગ્રામજનો વચ્ચે થયેલ બબાલને લઈને અને પોલીસે મોબાઈલ વિડીઓ ઉતારી રહેલ યુવાન પર કરેલ કથિત બળ પ્રયોગને લઈને પોલીસ અને ગ્રામજનો સામસામે આવી જતા ભરેલા અંગની જેવી સ્થિતિ નિર્માણ પામી છે. હાલ ગામમાં પોલીસનો કાફલો ઉતારી દેવામાં આવ્યો છે. જેને લઈને સ્ફોટક સ્થિતિ નિર્માણ પામી છે.
દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે આજે રાવલ પોલીસ દ્વારા માસ્ક સબંધિત જાહેરનામાંની અમલવારી કરવામાં આવી રહી હતી. એક એક હજારની દંડાત્મક કાર્યવાહી દરમિયાન કોઈ ગ્રામજન દ્વારા કાર્યવાહીનું મોબાઈલ દ્વારા શુટિંગ ઉતારવામાં આવતું હતું જેને લઈને પોલીસે જે તે સખ્સને વિડીઓ માટે મનાઈ કરી હતી ત્યારબાદ ગ્રામજનો અને પોલીસ વચ્ચે માસ્ક સબંધિત કાર્યવાહી અને વિડીઓ ઉતરતા યુવાનને અટકાવતા બોલાચાલી થવા પામી હતી. જેને લઈને પોલીસે જે તે યુવાન પર બળ પ્રયોગ કર્યાનો ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો છે. પોલીસના યુવાન સાથેના દમન અને મોટી દંડાત્મક કાર્યવાહીને લઈને સમગ્ર ગ્રામજનો એકત્ર થઇ ગયા હતા, જેને લઈને રાવલ પોલીસ સ્ટાફે તાત્કાલિક કંટ્રોલને જાણ કરી પોલીસ બોલાવી હતી.ગ્રામજનો અને પોલીસ વચ્ચે થયેલ ઘર્ષણને લઈને પોલીસના ઢળે ધાડા ઉતારી દેવતા ખીરસરા ગામ ગ્રામજનોએ બંધ રાખી રસ્તા પર આવી ગયા હતા. હાલ સ્થિતિ સ્ફોટક બની છે. સાંજે પાંચ વાગ્યે દ્વારકા જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોચી સ્થિત થાળે પાડવા નીકળ્યો હોવાનું જાણવા મળ્યું છે.