જામનગર : કડક, બાહોશ અને એકાંત પ્રિય તરીકેની છાપ ધરાવતા અમદાવાદ ક્રાઈમ બ્રાંચના ડીસીપી દીપેન ભદ્રનને જામનગર એસપી તરીકે બદલી કરવામાં આવી છે. જયારે એસપી શ્વેતા શ્રીમાળીની ચેલા એસઆરપી કેમ્પ ખાતે સેનાપતિ તરીકે બદલી કરવામાં આવી છે. જયારે ચેલા એસઆરપી કેમ્પના સેનાપતિ નીનામા કેવડીયા કોલોની એસઆરપી કેમ્પના કમાન્ડન્ટ તરીકે બદલી કરવામાં આવી છે.
જામનગર એસપી તરીકે બદલી પામ્યાને હજુ દોઢ મહિના જેટલો જ સમય થયો છે ત્યાં એસપી સ્વેતા શ્રીમાળીની બદલીનો આજે ઓર્ડર કરવામાં આવ્યો છે. એસપી શ્રીમાળી ટૂંક સમયમાં જ પ્રેગ્નન્સી પીરીયડ સબબ રજા પર જવાના હતા. જો કે તેઓના પતિ સુનીલ જોશી દેવભૂમિ દ્વારકા એસપી તરીકે ફરજ બજાવતા હોવાથી તેઓની જામનગર નજીક આવેલ ચેલા એસઆરપી કેમ્પના કમાન્ડન્ટ તરીકે બદલી કરી છે અને જામનગરને રેગ્યુલર એસપી મળી રહે તે હેતુથી નવા એસપી તરીકે ભદ્રનની નિયુક્તિ કરવામાં આવી હોવાનું ગૃહ વિભાગના સુત્રોમાંથી જાણવા મળ્યું છે. નવા એસપી દીપેન ભદ્રન અગાઉ પોરબંદરના એસપી તરીકે ફરજ બજાવી ચુક્યા છે એટલે સૌરાષ્ટ્રના ‘હવા-પાણી’થી સારી રીતે વાકેફ છે. સ્વભાવે એકાંત પ્રિય અને બાહોશ તથા કોઈ પણ કેશના મૂળ સુધી પહોચવા સતત પ્રયત્નશીલ રહેતા દીપેન ભદ્રેન કડક અધીકારી તરીકેની છાપ ધરાવે છે.