દ્વારકા: યુવાન મિત્ર સાથે પરણીતા મિત્રતા નિભાવતી હતી ત્યારે પતી આવ્યો

0
1388

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામ ગઇકાલે મોડી રાત્રે એક યુવાન તેની પરિણીત સ્ત્રી મિત્રએ ઘરે રાત્રે મળવા ગયા બાદ અચાનક બહારગામ ગયેલો પરણીતાનો પતિ આવી જતા યુવાનને માર મારી અધમૂઓ કરી નાખ્યો હતો. ત્યારબાદ ઝાડ સાથે બાંધી પરિવારના એકાદ ડઝન સભ્યોએ યુવાને સખત માર માર્યો હતો. જ્યારે આરોપીએ તેની પત્નીને પણ માર મારી માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હોવાનું સામે આવ્યું છે. રાત્રે જ પોલીસે પહોંચી ઝાડ સાથે બાંધેલ યુવાનને છોડાવી, ઘાયલ પરણીતા સહિત બંનેને હોસ્પિટલ ખસેડયા હતા.

પ્રેમી પંખીડાઓના હાથ-પગ બાંધી, ઝાડ સાથે લટકાવી માર મારતા અનેક બનાવ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં બનતા આવ્યા છે ત્યારે આવો જ એક બનાવ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે બનવા પામ્યો છે. જેની વિગત મુજબ ગત તારીખ 12મીના રોજ રાત્રે દસેક વાગ્યાના સુમારે રમેશભાઈ ભોવાનભાઈ સોઢા નામનો ૩૫ વર્ષીય યુવાન, તેમની સ્ત્રી મિત્ર મણીબેન ને મળવા તેમના ઘરે ગયો હતો, રાત્રે 9 વાગ્યે મિત્રને મળવા ગયેલા આ યુવાન એકાદ કલાક ત્યાં રોકાયો હતો. દરમિયાન બહારગામ ગયેલ તેણીનો પતિ ગોવિંદભાઈ અમરાભાઇ ચાવડા રાત્રે દસેક વાગ્યે આવી જતા યુવાન રમેશભાઈ ઘરેથી નીકળી જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગોવિંદભાઈએ તેને આંતરી લઇ ઘોલ ઘપાટ કરી ફટકાર્યો હતો. દરમિયાન હા-હો થઈ જતા ગોવિંદભાઈના પરિવારના અન્ય સભ્યો કરસન રાજા ચાવડા, ચાવડા વિજય જગા ચાવડા, વિપુલ હમીર ચાવડા, દિપક વેદા ચાવડા, ચાવડા પ્રવીણ ડાયા ચાવડા અને અજાણી ત્રણથી ચાર વ્યક્તિઓ ત્યાં આવી પહોંચી હતી અને રમેશ ને આંતરી લીધો હતો. આ તમામ સભ્યોએ ગેરકાયદેસર મંડળી રચી, હાથમાં લાકડી તથા લોખંડના પાઇપ લઈને રમેશ પર હુમલો કરી, સખત માર માર્યો હતો.

આરોપીઓએ મણીબેનને પણ માથાના ભાગે તેમજ શરીરના ભાગે આડેધડ લોખંડના પાઇપ ફટકારી માથાના ભાગે ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ યુવાનને નાળા વડે ઝાડ સાથે બાંધી દઈ, તમામ આરોપીઓએ એક પછી એકએ માર માર્યો હતો. દરમિયાન આ બનાવ અંગે કોઈએ રાત્રે પોલીસને જાણ કરી દેતા કલ્યાણપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઝાડ સાથે બાંધેલા યુવાનને છોડાવ્યો હતો. ત્યારબાદ ગંભીર રીતે ઘવાયેલ રમેશભાઈ અને મણિબહેનને કલ્યાણપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી મણીબેનને વધુ સારવાર માટે ખંભાળિયા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ બનાવ અંગે રમેશભાઈએ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોતાની સ્ત્રીએ રાત્રે ફોન કરી બોલાવ્યા બાદ તેઓ મિત્રને રાત્રે મળવા ગયા હતા. નવેક વાગ્યે મળવા ગયા બાદ એકાદ કલાક પછી તેણીનો પતિ ગોવિંદ એકાએક આવી જતા આ બનાવ બન્યો હોવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here