ખંભાળિયા: ‘તું સોશ્યલ મીડિયામાં ફોટા અપલોડ ન કરતી’

0
142

ખંભાળિયામાં એક યુવતીએ કરેલા આપઘાત પ્રકરણમાં તેના ભાવિ પતિ સામે પોલીસે આપઘાતની દુષ્પ્રેરણા આપવા સબબ ફરિયાદ નોંધી છે. અપરણિત યુવતીને આરોપીએ નાની-નાની બાબતે હેરાન કરી દુઃખ ત્રાસ આપતા તેણીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો .પોલીસે આરોપી સામે યુવતીને મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

 દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડામથક ખંભાળીયા ખાતે રહેતી હેમાંગીબેન ધર્મેન્દ્રભાઈ જોશી નામની અપરિણીત યુવતીએ તાજેતરમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. તેણીના ભાવિ પતિએ ત્રાસ આપતા આ બનાવ બન્યો હોવાનું જે તે સમયે પોલીસમાં જાહેર થયું હતું ત્યાર બાદ મૃતકના માતા કિરણબેન જોશીએ ખંભાળિયામાં રહેતા આરોપી રત્નદીપ રમેશભાઈ ખેતીયા સામે પોતાની પુત્રીને મરવા મજબૂર કરવા સબબ ફરિયાદ નોંધાવી હતી. આરોપી સાથે મૃતકની સગાઈ થયા બાદ થોડા સમયના અંતરે નાની નાની બાબતોમાં ઝઘડા કરવા લાગતા યુવતીના પરિવારે સગાઈ તોડી નાખી હતી.

સગપણ તોડી નાંખવા છતાં પણ યુવતીને સગાઈ નહીં તોડવા માટે બળજબરી અને દબાણ કરી આરોપીએ તેમને કોઈ સંબંધી સાથે કોઈ જગ્યાએ જાય ત્યારે કોઇની સાથે નહીં જવા વારંવાર દબાણ કરી તેમજ સોશિયલ મીડિયામાં ફોટા અપલોડ નહીં કરવા ધમકીઓ આપી હતી. ઉપરાંત તેમના ઘરના સભ્યો સાથે ઝઘડા કરી હેરાન પરેશાન કરી હતી. છેલ્લે આપઘાત પૂર્વે આરોપીએ યુવતીના ઘરે જઈ ઝઘડો કર્યો હતો, જેને લઇને યુવતીને લાગી આવતા તેણીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પોલીસે આરોપી રત્નદીપ સામે આઇપીસી કલમ 306 મુજબ ફરિયાદ નોંધી ધરપકડ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here