દ્વારકા: દુકાનદાર મહિલાની છેડતી કરી મફતમાં કપડાં લઈ આરોપી નાસી ગયો

0
1885

દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળમાં આવેલા સૂરજકરારી ગામે કપડાની દુકાનમાં કપડાં ખરીદવા ગયેલ એક શખ્સે દુકાનદાર મહિલા અને તેના પતિ સાથે જીભા જોડી કરી, દુકાનદાર મહિલાની છેડતી કરી એના પતિ અને પુત્રને માર મારી, એક જોડી કપડાને લૂંટ ચલાવી નાસી ગયાની સ્થાનિક પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. કપડાં લેવા આવેલા આરોપીએ મફતમાં કપડાની માંગણી કરતા દુકાનદાર પરિવારના સભ્યોએ મફતમાં કપડાં આપવાની ના પાડી હતી. જેને લઇને આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને વારદાતને અંજામ આપ્યો હતો.

સુરજકરાડી ગામે ધન તેરસના દિવસે શ્રીજી શોપીંગ સેન્ટરમા આવેલ ‘પ્રિન્સ રેડીમેઇટ’ નામની કપડાની દુકાનમા રાત્રે ભરતભા માણેક રે. દેવપરા ગામ તા.દ્વારકા જી.દેવભૂમિ દ્વારકા વાળો શખ્સ કપડાં ખરીદી કરવા ગયો હતો. દુકાનમા આવી ભરતભાએ મફત કપડા માંગતા દુકાનદાર દક્ષાબેન ચંદ્રેશભાઇ જમનાદાસ મિરાણીએ મફત કપડા આપવાની ના પાડી હતી. જેને લઈને આરોપીએ મહિલા તથા તેના પતિ ચંદ્રેશભાઈ તથા દીકરા હર્ષને જેમ ફાવે તેમ ભુંડી ગાળો આપી, થપ્પડ તથા ઢીકાપાટુનો માર મારી મુંઢ ઇજા કરી હતી. જ્યારે મહિલાએ શરીરે ઓઢેલ ઓઢણી ખેંચી, તેણીનો હાથ પકડી ફરીયાદીના શરીરે છાતીમા હાથ ફેરવી છેડતી કરી, થપ્પડ મારી મુઢ ઇજા કરી હતી. આમ છતાં પણ આરોપી દુકાનમાથી શર્ટ નંગ-૧ તથા પેન્ટ નંગ-૧ એમ કપડાની જોડી -૧ કી.રૂ.૧૨૦૦ની બળજબરી પુર્વક લુંટ કરી લઇ ગયો હતો. જતા જતા આરોપીએ દુકાનદાર પરીવારને ફરીયાદ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે મહિલાએ આરોપી સામે મીઠાપુર પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૩૯૪, ૩૫૪, ૩૨૩, ૫૦૬(૨), ૫૦૪ મુજબ ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here