ડમ ડમ : પોલીસે જોયું તો બે ઇન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર અને સ્ટેનો જામ પર જામ લેતા’તા

0
719

જામનગર અપડેટ્સ : રાજકોટમાં તહેવાર ટાણે દારૂ ઢીંચવાની પ્રથા ખૂબ પ્રચલિત બની છે ત્યારે રેસકોર્સ પાર્કમાં દરવાજો ખુલ્લો રાખી શરાબની મહેફીલ માણતાં ઇન્કમ ટેક્ષ વિભાગના બે ઇન્સ્પેકટર, ટેક્ષ આસિસ્ટન્ટ અને સ્ટેનોગ્રાફર સહિત 5 શખ્સોને પ્રનગર પોલીસે દબોચી લઈ જરૂરી કાર્યવાહી કરી હતી એક શખ્સ પાસે પરમીટ હોવાથી તેને મુક્ત કરવામાં આવ્યો હતો

શહેરમાં તહેવાર ટાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાબુમાં રહે તે માટે પોલીસ સઘન પેટ્રોલીંગ કરી રહી છે ત્યારે પ્રનગર પોલીસને હકીકત મળી હતી કે, રેસકોર્સ પાર્કમાં અમુક લોકો એક ફ્લેટમાં દારૂ પીવે છેજેને લઈને પોલીસે રેસકોર્સ પાર્ક બ્લોક નંબર 27 પ્રથમ માળે દરોડો પાડયો હતો. પોલીસ સ્થળ પર પહોચી ત્યારે ફ્લેટ નંબર 103નો દરવાજો ખુલ્લો નજરે પડ્યો હતો અને અંદર 5 શખ્સો દારૂ પીધેલી હાલતમાં જોર જોરથી વાતો કરતા મળી આવ્યા હતા.પોલીસે તમામને ચેક કરતા બધાય પીધેલા મળી આવ્યા હતા.

મૂળ હરિયાણાના હાલ રેસકોર્સ પાર્કમાં રહેતા અને ઇન્કમટેક્સમાં ટેક્ષ આસિસ્ટન્ટ સુધીર રાજકુમાર યાદવ, મૂળ હરિયાણાના અને હાલ કેન્દ્રઆંચલ ભવનમાં રહેતા અને ઇન્કમટેક્સ માં ઇન્સ્પેકટર તરીકે નોકરી કરતા આશિષ રાજસિંગ રાણા, મૂળ હરિયાણાના અને હાલ આયકર વાટીકામાં રહી ઇન્કમટેક્ષમાં ઇન્સ્પેકટર તરીકે નોકરી કરતા રવિન્દ્ર સજ્જનસિંગ સિદ્ધુ, મૂળ યુપીના અને હાલ રેસકોર્સ પાર્કમાં રહી ઇન્કમટેક્ષમાં સ્ટેનોગ્રાફર તરીકે નોકરી કરતા દેવેન્દ્ર ભાનુપ્રતાપસિંગ અને મૂળ હરિયાણાના અને હાલ આયકર ગૃહવાટીકામાં રહેતા અને અભ્યાસ કરતા રામદર્શન બળવંતસિંહ ખત્રી નામના સખ્સો પૈકી રામદર્શનને બાદ કરતા અન્ય સખ્સોની પોલીસે અટકાયત કરી હતી.

આ સખ્સોએ ફ્લેટ ભાડે રાખ્યો હોવાનું સામે આવ્યુ હતું. પોલીસે આ 5 પૈકી રામદર્શન ખત્રી પાસે પરમીટ હોવાથી તેને મુક્ત કરી અન્ય ચારેય આયકર વિભાગના અધિકારીઓ સામે દારૂ પીધેલાનો કેસ કરી તમામની ધરપકડ કરી હતી. ઊલીસે ચારેય સખ્સોનું મેડીકલ પરિક્ષણ કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની કાર્યવાહીના પગલે ઇન્કમ ટેક્સ વિભાગમાં ચર્ચાઓ જાગી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here