શંકા: શું છ સંતાનોની માતાને પર પુરુષ સાથે અનૈતિક સબંધ હશે? પતીએ પત્નીનું પૂરું કરી નાખ્યું

0
1034

જામનગર નજીક કનસુમરા ગામની સીમમાં આવેલ જીઆઈડીસી વિસ્તારમાં ખુલ્લામાં ઝુપડામાં રહેતા દંપતી વચ્ચે ચાલતા ઝઘડાનો કરુણ અંત આવ્યો છે. પતીએ પત્નીને ક્રૂર રીતે પતાવી દીધા બાદ પોતે પણ વીજ પોલ સાથે ખાટલાની રસ્સી બાંધી ગળાફાસો ખાઈ જીવાદોરી ટુકાવી લીધી છે. છ-છ સંતાનોનો સંસાર થયા બાદ પતિને પત્નીના ચારીત્ય બાબતે શંકાઓ થતા લાંબા સમયથી ઝઘડાઓ થતા હતા. અંતે આ જ શંકા બંનેનો અંત લઈને જ રહ્યા,

મૂળ મધ્યપ્રદેશના જામ્બવા જિલ્લાના હિડીબડી ગામે રહેતા નેવાભાઈ ખરાડી અને  તેનો પરિવાર દોઢ વર્ષ પૂર્વે જામનગરની ભાગોળે આવેલ કનસુમરા ગામની સીમમાં આવેલ ઔદ્યોગિક વિસ્તારમાં મજુરી કામે આવ્યો હતો જ્યાં શિવ મેટલ એલોય સામેના પ્લોટમાં રહી અહીં જ મજુરી કામ કરતા હતા. કડીયા કામમાં મજૂરીએ જતા નેવાભાઈને સંતાનમાં ચાર પુત્રો અને બે પુત્રીઓ, એક પુત્ર સિવાય અન્ય સંતાનો અહી સાથે રહી મજુરી કામ કરતા હતા. છેલ્લા ઘણા સમયથી નેવાભાઈને તેની ૪૫ વર્ષીય પત્ની જેત્રીબેન પર ચારીત્યને લઈને બોલાચાલી થતી રહેતી હતી. પોતાના વતન ખાતે જેત્રીબેનને કોઈ પર પુરુષ જોડે અનૈતિક સંબંધ હોવાની શંકા નેવાભાઈને ઘર કરી ગઈ હતી. આ જ બાબતને લઈને બંને વચ્ચે સમયેઆંતરે ઝઘડાઓ થતા રહેતા હતા. ગુરુવારે રાત્રે બંને વચ્ચે આ જ બાબતને લઈને બોલાચાલી થઇ હતી. આજે તો તને પતાવી દેવી છે એમ કહી પતિ નેવાભાઈએ બધાય સુઈ ગયા બાદ પત્ની પર કુહાડી વડે હુમલો કર્યો હતો અને ત્રણ ચાર ઘા માથાના ભાગે ફટકારી માથું ફોડી નાખ્યું હતું.

આ ઘટના ઘટતા બાજુમાં સુતેલ તેની પુરતી જાગી ગઈ હતી ત્યારબાદ તેણીએ તેના ભાઈને જગાડયો હતો. બંનેએ જોયું તો માતા લોહીલુહાણ હાલતમાં પડી હતી જયારે તેના પિતા ઘર છોડી ગયા હતા. મોડી રાત્રે એકાદ વાગ્યે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને લઈને પંચકોશી બી ડીવીજન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો હતો. જ્યાં મૃત પડેલ જેત્રીબેનના દેહને કબજે કરી આજુબાજુ તપાસ કરતા આરોપી નેવાભાઈનો દેહ વીજ પોલ સાથે લટકતો મળી આવ્યો હતો. પત્નીની હત્યા બાદ આરોપી પતી નેવાભાઈએ પણ આત્મહત્યા કરી લીધો હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસે બંનેના દેહ હોસ્પિટલ ખસેડી પીએમ વિધિ પાર પડી હતી. આ બનાવ અંગે બંને મૃતકના પુત્ર વિજય ખરાડીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

છ છ સંતાન થયા બાદ પતિને પત્નીના ચરિત્ર પર શંકા કરી એ પણ શંકા ઉપજાવે એવી બાબત છે. જો કે પોલીસે આ જ થીયરી પર તપાસ કરતા તેના પરિવારજનોએ પણ શંકાને જ ઘટના પાછળ કારણભૂત ગણાવી છે. પોલીસે બંનેના પીએમ કરાવી મૃતદેહ પરિવારને સોંપ્યા હતા. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here