કોલેજનો ફતવો : કવિઝ કોમ્પિટિશનમાં રજીસ્ટ્રેશન, નહિતર પરીક્ષાના ફોર્મ ભરવા નહિ દેવાય

0
445

જામનગર: દેશભરમાં વિકસિત ભારત ૨૦૪૭ સહિતના વિજનરી કાર્યક્રમો ચાલી રહ્યા છે. જેમાં શૈક્ષણિક સંસ્થાઓને પણ જોડી દેવામાં આવી છે. આવા જ કાર્યક્રમમાં સહભાગી બનવા લાલપુર કોલેજ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો અને હો હા થઇ ગઈ, જે વિદ્યાર્થી કાર્યક્રમમાં રજીસ્ટ્રેશન નહિ કરાવે તો તેઓને પરીક્ષામાં બેસવા નહી દેવામાં આવે, આ પરિપત્ર વાયરલ થતા જ જીલ્લાભરમાં કોલેજની ગર્ભિત ધમકીને લઈને ચકચાર મચી જવા પામી છે.

વિકસિત ભારત @ ૨૦૪૭ અને ક્વીઝ કોમ્પીટીશનને લઈને લાલપુર વિનયન કોલેજ વિવાદમાં આવી છે. આઝાદીના સો વર્ષ બાદનું ભારત એ થીમ પર વિકસિત ભારત ૨૦૪૭ કાર્યક્રમ અંતર્ગત કોલેજ દ્વારા કથિત પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો એ પત્ર હાલ વાયરલ થયો છે. જેમાં સૂચવ્યા મુજબ આ કાર્યક્રમમાં દરેક વિદ્યાર્થીઓએ ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવું, જે વિદ્યાર્થી રજીસ્ટ્રેશન કરાવે છે તેઓએ બીજા દિવસે કોલેજની ઓફીસને ફરજીયાત જાણ કરવી, અને ખાસ નોંધ લખી જણાવ્યું છે કે આ કાર્યક્રમમાં રજીસ્ટ્રેશન ન કરાવનાર વિદ્યાર્થીઓને પરીક્ષા ફોર્મ ભરવા દેવામાં નહી આવે,  જો આ બાબત સાચી હોય તો ખરેખર ભારત કઈ દિશામાં આગળ ચાલે છે ? આ જ કાર્યક્રમને લઈને ધારાસભ્ય હેમંત ખવાએ હાજરી આપી પોતાનો મત વ્યક્ત કરી કહ્યું હતું કે દેશ વિકસિત બને એ જરૂરી જ છે પણ સરકારી સીસ્ટમને આડે હાથ લઇ સીસ્ટમ સુધારવા પણ ટકોર કરી હતી.

પ્રિન્સીપાલ શાહ કહે છે કે….

આ જ બાબતને લઈને કોલેજ પ્રિન્સીપાલ શાહ સાથે વાતચીત કરતા તેઓ કબુલ્યું હતું કે હા, આ અમારી ભૂલ હતી. પરંતુ ધ્યાને આવતા એ ભૂલને ઉકેલી લઇ બીજી નોટીસ બનાવી નોટીસ બોર્ડ પર લગાવી દેવામાં આવી હતી. જો કે પરીક્ષામાં બેસવા નહી દેવામાં આવે એવો કોઈ ભાવ નથી ફોર્મ તો ભરાઈ જ ગયા છે. પરંતુ નોટીસ બોર્ડના શબ્દોની ભૂલ સુધારી લેવામાં આવી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here