જામનગર: આવકના દાખલાથી માંડી રાસનકાર્ડ સુધીની સેવાઓ એક જ દિવસમાં

0
1902

જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી શનિવારના રોજ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે સેવાઓ માટે નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે એ જ સેવા એક મંચ પર એક જ સ્થળે તત્કાલ અપાવવામાંના સરકારના ઉદ્દેશ્યથી રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ અમલમાં મુકાયો છે. જેના હકારાત્મક પરિણામો સામે આવતા સરકારે આ કાર્યક્રમ વારે વારે અમલમાં મૂકે છે.

જામનગર શહેર નો સેવા સેતુ કાર્યક્રમ જામનગર મહાનગરપાલિકા દવારા (વોર્ડ નં. – ૦૧ થી ૦૮), તા.૦૬/૦૧/૨૦૨૪, શનિવાર ના રોજ નિર્ધારીત કરેલ છે. જેમાં સવારના ૯–૦૦ થી સાંજના ૫-૦૦ કલાક સુધી એમ. પી. શાહ મ્યુનિ. ટાઉનહોલ, જામનગર ખાતે રાખવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં જામનગર મહાનગ૨પાલિકાના વિભાગો જેવા કે, જન્મ મરણના દાખલાઓ, લગ્ન નોંધણીના પ્રમાણપત્રો, પ્રોપર્ટી ટેકસના પ્રશ્નો, કારખાના લાયસન્સ, હેલ્થ ચેકઅપ, વોટર વર્કસ અંગેના મુદાઓ વ્યક્તિગત રીતે જે કોઈ અ૨જદા૨ના હોય તે લેવાના છે.

તે જ રીતે સ૨કા૨ની સેવાઓ જેવી કે, આવકનો દાખલો, વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન, રાશનકાર્ડ, ક્રીમીલેયર સર્ટીફિકેટ, જાતિનો દાખલો, પી.જી.વી.સી.-એલ. (જી.ઈ.બી.) લગતના મુદ્દાઓ, સમાજ કલ્યાણ અને પછાત વર્ગ વિભાગ હસ્તકના દાખલાઓ અને સર્ટીફિકેટ આ ઉપરાંત લેન્ડ રેકર્ડ વિભાગને લગતા મુદ્દાઓ, આધાર કાર્ડ ની કામગીરી જેવી કે આધ૨કાર્ડ સંલગ્ન મોબાઈલ નંબર પરિવર્તન, આઈસીડીએસ બાળકોના આધારકાર્ડ, ૦ થી ૫ વર્ષના બાળકોન આધાર કાર્ડ, રેવન્યુ રેકર્ડ માટે વારસાઈ અરજી, ઘરેલુ નવા વિજ જોડાણ માટેની અરજીઓ, મેડીકલ કેમ્પ, બેંક લોન અંગે માર્ગદર્શન તથા ભીમ એપ, કેસલેશ લીટરેસી વિગેરે કાર્યવાહી આ દિવસે હાથ ધ૨વામાં આવનાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here