ધ્રોલ : વાડીએથી ઘરે આવવા નીકળેલ પટેલ યુવાન ઘરે જ ન પહોચ્યો, બન્યો એવું કે…

0
340

જામનગર : જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામ નજીક ગોકુલપુરના પાટિયા પાસે અજાણ્યા વાહને જોરદાર ઠોકર મારતા બાઈક ચાલક યુવાનનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું છે. પોલીસે મૃતકના રાજકોટ રહેતા ભાઈની ફરિયાદ નોંધી છે.

જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામે રહેતા જીતેશભાઇ મગનભાઇ ઉ.વ ૩૫ વાળા પોતાનુ GJ 03 CB 6591 નંબરનું મોટર સાયકલ લઇ ગત તા. ૨૬મીના રોજ વાડીએ થી લતીપર ઘરે આવતા હતા ત્યારે ગોકુલપુર ગામ થી લતીપુર તરફ  જતા રોડ પર કોઈ અજાવ્યા વાહને આ બાઈકને જોરદાર ઠોકર મારી અકસ્માત નીપ્જવાયો હતો જેમાં જીતેશભાઈને માથા સહિતના ભાગે ઈજાઓ પહોચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું છે. બે ભાઈઓ પૈકીના અપરણિત યુવાનનું મૃત્યુ નીપજતા પટેલ પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here