જામજોધપુર : સીદસર મંદિર સંકુલ સામેના રોડ પર એવું બન્યું કે પટેલ પરિવાર શોકમગ્ન બન્યો

0
1010

જામનગર : જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર ગામ પાસે મંદિર સંકુલ સામેના રોડ પર એક અજાણ્યા ડમ્પરે જોરદાર ઠોકર મારતા એક પટેલ વૃદ્ધનું લાંબી સારવાર બાદ મૃત્યુ નીપજ્યું છે. અજાણ્યા ડમ્પરના ચાલકે ઠોકર મારી નાશી છૂટ્યા બાદ વૃદ્ધને જામજોધપુર, જામનગર અને અમદાવાદ હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા.

જામજોધપુર તાલુકાના સીદસર ગામે ગત તા.૦૬/૦૩/૨૦૨૧ના સાંજે છયેક વાગ્યાના સુમારે પુર ઝડપે દોડતા જીજે ૧૯ યુ ૪૦૧૫ નંબરના ડમ્ફરે જોરદાર ઠોકર મારતા સાઇડમા ઉભેલ જયંતીભાઇ ભગવાનજીભાઇ માણાવદરીયાને ગંભીર ઈજાઓ પહોચી હતી. જમણા પગ ઉપર ડમ્ફરનુ જમણી સાઇડનુ આગલુ વીલ તથા પાછળનુ વીલ ચડાવી જમણા પગને છુંદી નાખતા  તથા ડાબા પગમા તથા કપાળના ભાગે તથા શરીરના ભાગે સામાન્ય ઇજા પહોચાડતા તાત્કાલિક જામજોધપુર હોસ્પિટલ  ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી જામનગર અને જામનગરથી અમદાવાદ તબદીલ કરવામાં આવ્યા હતા. જ્યાં લાંબી સારવાર બાદ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પૌત્ર નીલેશભાઇ મગનાભાઇ માણાવદરીયાએ ફરિયાદ નોંધાવતા સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવના પગલે પટેલ પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here