ધ્રોલ: ડેરી સંચાલકે બોલેરોમાં રાખેલ બે લાખની ચોરી કરી કામ કરતો સખ્સ પલાયન

0
782

જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકા મથકે દૂધની દેરી ચલાવતા એક આસામીની બોલેરો ગાડી માંથી રોકડા રૂપિયા બે લાખની ચોરી થયાની ફરિયાદ પ્રકાસમાં આવી છે. જે દુધની ડેરીમાં કામ કામ કરતો હતો એ જ સખ્સ બોલેરોમાંથી હાથ મારી ગયો હોવાની વિગતો સામે આવી છે. ડેરી સંચાલક બપોરે જમવા ગયા બાદ એકલા રહેલા સખ્સે આ ચોરી આચરી હોવાનું સામે આવ્યું છે. લાંબા સમયથી અહી કામ કરતા સખ્સની ચોરી સીસીટીવીમાં કેદ થઇ છે. ચોરી કરી નાશી ગયેલ સખ્સની પોલીસે સોધ્ખોલ શરુ કરી છે.

ધ્રોલ તાલુકા મથકે ઉમા પ્લાસ્ટિક પાસેથી આવેલ બજરંગ નામની દૂધની ડેરી ચલાવતા નંદલાલ ભેસદડીયાએ ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે. જે મુજબ તા.૦૯/૦૮/૨૪ ના રોજ સવારના આશરે પાંચેક વાગ્યે હુ મારી બોલેરો ગાડી રજી નં.GJ-10-TX-8038 વાળીમાં દુધ ભરી ધ્રોલ થી ઉકરડા ગામ તા. પડધરી ખાતે રહેતા મેરાભાઈ ઝાપડા ને ત્યાં દુધ આપવા માટે ગયેલ હતો અને આ મેરાભાઈ ઝાપડા એ મને દુધના રોકડા રૂપીયા ૨,૦૦,૦૦૦/-(બે લાખ) ઉપાડ પેટે આપેલ હતા અને આશરે આઠેક વાગ્યે હુ મારી બોલેરો ગાડી રજી નં.GJ-10-TX-8038 વાળી લઈ પરત ધ્રોલ ઉમા પ્લાસટીકની બાજુમા આવેલ બજરંગ દુધની ડેરી ખાતે કેમેરા નીચે પાર્ક કરી મુકેલ હતી ત્યારે વરસાદ આવતો હોવાથી મે બોલેરો ગાડીની અંદર ડેસ્કબોર્ડ બોકસમાં મારા દુધના આવેલા રૂપીયા ૨,૦૦,૦૦૦/- (બે લાખ) રોકડા તેમા રાખેલ હતા અને મારી ડેરીમાં છેલ્લા ત્રણ માસથી કા મ કરતો જીગ્નેશભાઈ રામજીભાઈ ભીમાણી રહે. વાંકીયા તા.ધ્રોલ જી.જામનગર મો નં.૮૧૨૮૯ ૮૪૨૫૧ વાળો પણ મા રી સાથે દુધની ડેરીમાં કામ કરતો હતો અને અગાઉ પણ જીગ્નેશ ભીમાણી મારી બજરંગ દુધની ડેરીમાં છ વર્ષ કામ કરી ગ યેલ છે અને હુ તેને મહીના નો પગાર રૂ. ૧૧,૦૦૦/- (અગીયાર હજાર) આપતો હતો અને આ જીગ્નેશ વિશ્વાસુ હોવાથી બોલેરોની એક ચાવી હુ તેને પણ આપતો હતો અને મારી ગેર હાજરીમાં તમામ જવાબદારી તેની રહેતી હતી

બપોરના આશરે બારેક વાગ્યે હુ મારા ઘરે બપોરનું જમવા માટે ગયેલ અને આ જીગ્નેશભાઈ મારી ડેરી ખાતે એકલા રહેતા હતા અને ત્યાંજ જમતા હતા અને બપોર પછી હુ સાડા ચારેક વાગ્યે દુધની ડેરી ખાતે જમીને આવેલ ત્યારે બોલેરો ગાડીના ડેસ્કબોર્ડમાં રાખેલ રૂપીયા લેવા માટે જતા તેમા રૂપીયા જોવામાં આવેલ નહી અને મારી સાથે ડેરીમાં કામ કરતો જીગ્નેશ ૫ણ હાજર જોવા મળેલ નહી જેથી મે મારી બાજુમાં આવેલ રામદુત પ્લાસ્ટીક દુકાનના કેમેરા ચેક કરતા તેમા કેમેરામાં જો તા આ મારી સાથે કામ કરતો જીગ્નેશભાઈ રામજીભાઈ ભીમાણી રહે,વાંકીયા તા.ધ્રોલ જી,જામનગર  બોલેરો ગાડીમાંથી રૂપીયા કાઢતો કેમેરામાં જોવામા આવે છે અને આ જીગ્નેશ મારા બે લાખ રૂપીયા લઈ ક્યાંક નાશી ભાગી ગયેલ છે અને હાલ તેનો મોબાઈલ સ્વીચઓફ આવે છે જેથી આ જીગ્નેશ ભીમાણી મારી બોલેરો ગાડીમાં થી એકલતાનો લાભ લઈ બોલેરો ગાડીમાં રાખેલ રૂપીયા ૨,૦૦,૦૦૦/- (બે લાખ) ચોરી કરી લઇ ગયેલ. આ ફરિયાદના આધારે પોલીસે ચોરી કરી નાશી ગયેલ સખ્સની શોધખોળ સરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here