જામનગર: નાજાયઝ સબંધ સાચવવા પત્નીએ પ્રેમી સાથે મળી પતીને પતાવી દઈ સળગાવી દીધો

0
3127

જામનગર અપડેટ્સ: સાત વર્ષની પુત્રીની માતાએ પોતાના અનૈતિક સંબંધની આડમાં પ્રેમી સાથે મળીને પતિની હત્યા નિપજાવી મૃતદેહ સળગાવી દીધાની ઘટના સામે આવતા સનસનાટી મચી જવા પામી છે. જામનગર નજીકના નાઘેડી ગામ પાસે ઝૂંપડામાં રહેતા પરિવારમાં આ બનાવ બન્યો છે. પોલીસે મૃતકની આરોપી પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

જામનગરની ભાગોળે આવેલ લહેર તળાવના કાંઠે ઝૂંપડામાં રહેતા અને દૂધનો વ્યવસાય કરતા ચારણ પરિવાર માથે ત્યારે આભ તૂટી પડ્યું જ્યારે ત્રણ ભાઈઓ પૈકીના એક ભાઈની કૃરતાપૂર્વક હત્યા નિપજાવી મૃતદેહ સળગાવી દેવામાં આવ્યો, બે દિવસ પૂર્વે વહેલી સવારે છએક વાગ્યાના સુમારે ઝુપડામાં ખાટલા પર સળગતી હાલતમાં પડેલી કિશોર ઉર્ફે કીહલો ધનસુર સુમાત નામના 32 વર્ષીય ચારણ યુવાનની લાશ મળી આવી, આ ઝુપડાની નજીકમાં રહેતા મૃતકના ભાઈ પુનાભાઈને જાણ થતા તેઓ ઝુપડા પર દોડી આવ્યા હતા અને આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. મૃતકની પત્ની જીવણીબેનના જણાવ્યા અનુસાર તેઓ તેની સાત વર્ષ પુત્રી સાથે રાત્રે સુઈ ગયા બાદ મૃતક નાઘેડી ગામે ગયા હતા અને ત્યારબાદ વહેલી સવારે આ ઘટના ઘટી હતી.

મૃતક કિશોર ભાઈ ઉર્ફે કીહલા

મૃતક કિશોરભાઈનો મૃતદેહ સળગેલી હાલતમાં લોખંડના ખાટલા વચ્ચેના નીચે પડેલ હતો ખાટલાની પાટ્ટી આખી બળી ગયેલ હતી અને તેનો એક પગ ખાટલાની ઇહ ઉપર અને બીજો હાથ પણ ઇહ ઉપર હતો જ્યારે શરીર અને જમણો હાથ સળગી જવાથી અલગ પડી ગયો હતો. ડાબો પગ અર્ધ બળેલ હાલતમાં હતો. નાકથી કપાળ સુધી અને કપાળથી ઉપરના ભાગે તથા માથાના ભાગે બીજાના નિશાન મળી આવ્યા હતા. જેને લઈને પોલીસે આ બનાવ હત્યાનો હોવાની શંકા જતી હતી.

દરમિયાન પંચકોષી બી ડિવિઝન પોલીસ દફતરના પી.એસ.આઇ સી એસ કાટેલીયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકનો કબજો સંભાળી સ્થળ પંચનામું કરી, મૃતદેહને જીજી હોસ્પિટલ ખસેડી, પીએમ કરાવ્યું હતું. જેમાં મૃતકને સળગાવી દીધા પૂર્વે બોથળ પદાર્થથી હુમલો કરવામાં આવ્યો હતો અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી પતાવી દેવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો. ત્યારબાદ મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.

જેને લઈને પોલીસે મૃતકના ભાઈ સહિતના પરિવારની પૂછપરછ કરી હતી. જેમાં મૃતકના પત્ની પર પોલીસને શંકા જતા તેની ઉલટ તપાસ કરી હતી. આખરે પત્નીની ઉલટ તપાસમાં કિશોર ઉર્ફે કિહલા સુમાતની હત્યાનું પગેરું મળી ગયું હતું અને હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી. 

મૃતક કિશોરના પત્ની જીવણીબેનને છેલ્લા ચાર પાંચ વર્ષથી તેના જ સંબંધી સઘરાજભાઈ દેવકરણભાઈ સુમાત નામના અન્ય યુવાન સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. લાંબા સમયથી બંને ટેલીફોનિક વાતચીત કરતા હતા પરંતુ બે દિવસ પૂર્વે જીવણીબેન ફોન પર વાત કરતી હતી ત્યારે તેના પતિ કિશોરભાઈએ તેઓને પકડી લીધા હતા. સમાજમાં બદનામી થશે એવો વિચાર કરીને જીવણીબેને તેના પ્રેમી સાથે મળી પતિનું કાસળ કાઢી નાખવાનું કાવતરું બનાવ્યું હતું. ઘટનાની રાત્રે પત્નીએ તેના પ્રેમી સાથે મળીને કિશોરભાઈ પર હુમલો કર્યો હતો અને માથાના ભાગે લાકડીઓ વડે હુમલો કરી ઢીમ ઢાળી દીધું હતું. ત્યારબાદ મૃતકની પત્નીએ ખાટલા પર મૃતકને સુવડાવી પેટ્રોલ છાંટી ગઈ સળગાવી દીધો હતો. આરોપી જીવણીબેનની કબુલાતના આધારે પોલીસે તેના પ્રેમી સખરાજની પણ અટકાયત કરી, ધરપકડ કરી લીધી છે. પોલીસે બંને આરોપીઓ ને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

 આમ અનૈતિક સંબંધની આડમાં સાત વર્ષીય પુત્રીની માતાએ પોતાના અનૈતિક સંબંધો સાચવવા માટે પોતાના જ પતિનું પ્રેમી સાથે મળીને ઢીમ ઢાળી દીધાનો ઘટ:સ્પોટ થતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here