‘કામ તો આવું જ થશે તારે જે કરવું હોય તે કરી લે હું કોઈને બાપ થી બીતો નથી’ આ તોછડાઈ ભરી વાણી જામનગર જિલ્લા પંચાયતના બાહુબલી કોન્ટ્રાક્ટરના માણસે સરકારી ઈજનેર સામે ઉચ્ચરેલી, ધ્રોલ તાલુકાના ઇટાળા ગામે બ્રીજના કામનું નિરીક્ષણ કરવા ગયેલ ર એન્ડ બીના મદદનીશ ઇજનેર અને તેમની ટીમને કામમાં ગોબાચારી દેખાતા હાજર કોન્ટ્રાક્ટરના માણસને કામ સરખું કરવા બાબતે કહ્યું હતું જોકે આ માણસે કામની ગુણવત્તા સુધારવાના બદલે મદદનીશ ઇજનેરને ઢીકાપાટુનો માર મારી, દોડાવી દોડાવી કાર ઉપર ચડાવી હત્યાનો પ્રયાસ કરી સખત માર માર્યો છે. પોલીસે કોન્ટ્રાકટ પેઢીના માણસ સહિત અન્ય શખ્સો સામે ફરિયાદ નોંધી છે.
આ કોઈ બિહાર કે યુપીના દ્રશ્યો વાળી ઘટના નથી પરંતુ આ ઘટના છે શાંત અને વિકાસની દિશામાં ખૂબ આગળ વધી ગયેલા ગુજરાતની, ઘટના ઘટી છે જામનગર જિલ્લાના મોટા ઈટાળા ગામે, જામનગર જિલ્લા પંચાયતની આર એન્ડ બી શાખા દ્વારા ઈટાળા ગામે બ્રીજના કામનો કોન્ટ્રાક્ટ સ્વસ્તિક કન્ટ્રક્શન નામની પેઢીને આપવામાં આવ્યો છે. પેઢી દ્વારા આ કામ ચાલુ કરાયા બાદ ગઈકાલે ધ્રોલ ડિવિઝન વિસ્તારમાં આવતા આ વિસ્તારમાં મદદનીશ ઇજનેર નિલરાજસિંહ પરબતસિંહ બારડ અને તેની ટીમ બ્રિજના કામનું નિરીક્ષણ કરવા પહોંચી હતી. જ્યાં કોન્ટ્રાક્ટરના માણસ અમિતભાઈ ઝાલાને નિયમ મુજબ સિમેન્ટ વાપરી સારું કામ કરવાની સૂચના આપી હતી. જોકે આ સૂચનાને ઘોળીને પી જઈ કોન્ટ્રાક્ટ પેઢીના માણસે જેમ ફાવે તેમ બોલાચાની કરી અભદ્ર વાણીવિલાસ કર્યો હતો, ‘ તને મારી નાખી જમીનમાં દાટી દેવો છે’ એવી ધમકી આપતા ઇજનેર ગભરાઈ ગયા હતા અને ત્યાંથી દોડીને ઇટાળા ગામ બાજુ દોડ્યા હતા, જેને લઈને આરોપી અમિત લાકડાના ધોકો લઈ ઇજનેર પાછળ દોડીયા હતા અને આ અમિત ની સાથે એના છ સાત માણસો પણ ઇજનેરને મારવા દોડયા હતા. ઇજનેર દોડતા હતા ત્યાં આરોપી અમિતએ પોતાની ફોરવીલ કાર ચાલુ કરી ઈજનેર પાછળ દોડાવી હતી. ગામના રોડ નજીક લીમડાના ઓટા પાસે ઇજનેર ને આંતર લઈ મારી નાખવાના ઇરાદે કાર ફૂલ સ્પીડે ચડાવવાની હત્યા નીપજાવવાની કોશિશ કરી હતી. જેને લઈને ઇજનેર લીમડાવાળા ઓઢા ઉપર ચડી ગયેલ અને પોતાની જીવ બચી ગયો હતી.
ત્યારબાદ નીચે ઉતરેલા અમિતે પોતાની ગાડી ચાલુ કરી ફરી ઈજનેરને દોડાવી ગામમાં શેરીઓની અંદર દોડાવ્યા હતા. અંતે રસ્તો પૂરો થઈ જતા ઇજનેર એક વાડામાં બાવળની જાળી માંથી રોડ પર આવ્યા હતા જ્યાં અમિત અને તેના છ સાત માણસો ઉભા હતા. ત્યારબાદ અમિત અને તેના માણસોએ લાકડાના ધોકા વડે જેમ ફાવે તેમ ઇજનેરને માર મારી નીચે પાડી દીધો હતો. આ ઘટના અંગે ઇજનેરે પોલીસ કંટ્રોલને ફોન દ્વારા જાણ કરતા તમામ માણસો ભાગી ગયા હતા. દરમ્યાન ધ્રોલ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઘાયલ ઈજનેરને ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો અને ત્યાં તેની સારવાર કરવામાં આવી હતી આ બનાવ અંગે સારવાર લીધા બાદ ઇજનેરે અમિત ઝાલા તેની સાથેના છ સાત અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યા પ્રયાસ ભાગ ધમકી અને મારામારી સબબ ફરિયાદ નોંધાવી છે