ધોખાધડી: પ્રથમ લગ્ન છુપાવી સસરાએ પુત્રીને યુવાન સાથે પરણાવી દીધી

0
667

જામનગર: રાજકોટમાં સીએનસી મસીનના કારખાનામાં કામ કરતા એક યુવાન સાથે રાજકોટના સસરાએ છેતરપીંડી-વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ સામે આવી છે. એક વખત લગ્ન થઇ ગયા હોવા છતાં સસરાએ પુત્રીના પ્રથમ લગ્ન હોવાની વિગતો છુપાવી હોવાની વિગતો સામે આવી છે. ઉપરાંત લગ્ન પૂર્વે યુવતીએ ઘરેણા પેટે લીધેલ ચાર લાખની લોનની રકમ પણ યુવાન પાસેથી વિશ્વાસમાં લઇ વસુલી લીધી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. ઓર તો ઓર રીસામણે બેસી ગયેલ પત્નીએ યુવાન પર સ્ત્રી અત્યાચાર ધારા મુજબ ફરિયાદ દાખલ કરાવી હતી. જે ફરિયાદમાં પ્રથમ લગ્ન અન્ય યુવાન સાથે કર્યાની હકીકત પણ દર્શાવી છે. મૂળ તાલાળા ગીર પાસેના રમળેચી ગામે રહેતા નીરજભાઈ ઉર્ફે લાલો મનસુખભાઈ કમાણીએ પોતાના રાજકોટ રહેતા સસરા સામે છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.

રાજકોટમાં રહી એક ઓટો મોબાઈલ કારખાનામાં સીએનસી મશીન પર ટર્નીંગ જોબનું કામ કરતા નીરજભાઈના લગ્ન રાજકોટના લોધિકા તાલુકાના કાંગસીયાળી ગામે રહેતા કાંતિભાઈ કાનજીભાઈ ઘેટિયાની પુત્રી ખુશ્બુ સાથે થયા હતા. જામજોધપુર તાલુકાના સીદસર ગામે હિંદુ સાસ્ત્રોક્ત વિધિથી લગ્ન થયા બાદ પત્ની ખુશ્બુ સાથે યુવાન નીરજ પોતાના વતન તાલાળાના રમળેચી ગામે દસ દિવસ રોકાયો હતો. જ્યાં શરૂઆતથી જ યુવતીએ પોતાને અહીં ગમતું ન હોવાથી અને મોબાઈલનું ટાવર આવતું ન હોવાથી રાજકોટ ખાતે સ્થાઈ થવાની વાત પતિ નીરજને કરી હતી. જેને લઇ નીરજ પણ પત્ની સાથે રાજકોટમાં રહેવા આવી ગયો હતો. જ્યાં દોઢેક મહિનો બંને સાથે રહ્યા હતા. જેમાં પત્ની નાની નાની વાતે નીરજ સામે બોલાચાલી કરી ઉદાસ રહેવા લાગી હતી. ત્યારબાદ નાની નાની વાતે ઝઘડાઓ કરી તું મને ગમતો નથી એમ પતિને કહી રીસામણે ચાલી ગઈ હતી. રીસામણે ગયેલ પત્નીને તેડવા ગયેલ પતિ સાથે ન આવી ઉલટાનો ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ મુજબ ફરિયાદ પણ દાખલ કરાવી દીધી હતી. પત્ની પરત નહી આવતા અને કેસ કરતા પતી નીરજે ત્રણ વર્ષ પૂર્વે દવા પી આપઘાત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.

લગ્ન પૂર્વે સસરાએ નીરજ અને તેના પરિવારને કહ્યું હતું કે ખુશ્બુએ લોન પર ઘરેણા લીધા છે જેના ચાર લાખ રૂપિયા પણ નીરજ પાસેથી પડાવી લીધા હતા. નીરજ સાથે લગ્ન પૂર્વે ખુશ્બુના લગ્ન વિપુલ પટેલ સાથે થયા હતા. આ વાત પણ નીરજ અને તેના પરિવારથી છુપાવી હતી. રાજકોટ કોર્ટમાં કેશ કર્યો ત્યારે ખુશ્બુએ પોતાના પ્રથમ પતિના નામનો ઉલ્લેખ કર્યો ત્યારે નીરજને ખબર પડી હતી કે તેણીના બીજા લગ્ન છે. જેને લઈને નીરજે હાઈકોર્ટમાં પીટીસન દાખલ કરી હતી. ત્યારબાદ સસરા સામે ખુશ્બુના પ્રથમ લગ્ન છુપાવવા સબંધિત વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here