જામનગર જીલ્લામાં પોણા કલાકમાં બે વખત ધરા ધ્રુજી

0
585

જામનગર : જામનગર જીલ્લામાં છેલ્લા પખવાડિયાથી બંધ થઇ ગયેલ ભૂકંપના હળવા આંચકાઓનો માહોલ ફરી વખત શરુ થતા થોડી ગભરાહટ શરુ થયો છે. ખાસ કરીને લાલપુર કાલાવડ અને જામનગર વચ્ચેના ગ્રામ્ય વિસ્તારમાં આ આંચકાનોની અસર સવિશેષ જોવા મળી છે. આ જ વિસ્તારમાં કેન્દ્રબિંદુ હોવાથી  ગ્રામજનોમાં ભય બરકરાર રહ્યો છે.

જામનગર-કાલાવડ અને લાલપુર વચ્ચેના વિસ્તારમાં છેલ્લા બે ક મહિનાથી ભૂકંપના હળવા આંચકાઓનું સિલસિલો શરુ થયો હતો જેમાં એક પખવાડીયાનો વિરામ આવ્યા બાદ આજે મોડી રાત્રે વધુ એક બે આંચકાઓ આવતા ભય બેવડાયો છે. આજે રાત્રે ૨:૧૨ વાગ્યે લાલપુરથી ૩૬ કિમી દુર કેન્દ્બિંદુ ધરાવતો ૧.૯ની તીવ્રતા વાળો અને બાદમાં પોણા કલાકના અંતરે ૨.૧ ની તીવ્રતા ધરાવતો આંચકો આવ્યો હતો. બીજી તરફ ફરતી જમીની સળવળાટ થતા ફરી જામનગર જીલ્લામાં ભયનો માહોલ સર્જાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here