જામનગર એરફોર્સના એરક્રાફ્ટમેન ભેદી સંજોગોમાં ગુમ

0
614

જામનગર અપડેટ્સ : જામનગર ખાતેના  એરફોર્સ તાલીમ સેન્ટરમાં ફરજ પર રહેલા લીડીંગ એરક્રાફ્ટમેન ત્રણ માસથી ગુમ હોવાની વિગતો સામેં આવી છે. ગત જુલાઈ માસના બીજા પખવાડીયામાં ગાળામાં એરફોર્સ સ્ટેશનથી ગુમ થયેલ લીડીંગ એરક્રાફ્ટમેન હજુ સુધી ન મળતા સરક્ષણની પાંખે જામનગર પોલીસમાં ગુમ નોંધ લખાવી છે.

જામનગર એરફોર્સમાં લીડીંગ એરક્રાફ્ટમેન છેલ્લા ત્રણ માસથી ગુમ થઇ જતા સનસનાટી સાથે રહસ્ય સર્જાયું છે. એલએસી તરીકે ફરજ બજાવતા આદેશકુમાર મનોજકુમાર ઉવ ૨૪ નામના જવાન ગત તા. ૧૯/૭/૨૦૨૦ના રોજ સાંજે સાડા છ વાગ્યાથી જામનગર એરફોર્સ સ્ટેશનથી કોઈને જાણ કર્યા વગર જ ક્યાંક જતા રહયા છે. લીડીંગ એરક્રાફ્ટમેન ગુમ થઇ જતા એરફોર્સ સ્ટેશનના અધિકારીઓએ તેઓના પરિવાર અને વતનમાં તપાસ કરાવી હતી પરંતુ આજ દિવસ સુધી એલએસી તરીકેની ફરજમાં રહેલ જવાન અંગે કોઈ સગડ સાંપડ્યા ન હતા. જેને લઈને જામનગર એરફોર્સના અધિકારી ચિતરંજનસિંહ શત્રુજ્ઞસિંઘએ સીટી સી ડીવીજન પોલીસમાં જવાન ગુમ થયા અંગેની જાણ કરી ગુમ નોંધ કરાવી છે. એરફોર્સ સ્ટેશનમાંથી કોઈ જવાન ગુમ થયો હોવાની દોઢ દાયકાની આ પ્રથમ ઘટના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here