ધાંય ધાંય : ધ્રોલ ફાયરીંગ પ્રકરણમાં વધુ એક શાર્પ શુટર નેપાળ બોર્ડરથી પકડાયો

0
779

જામનગર : ધ્રોલમાં સાત માસ પૂર્વે દિવ્યરાજસિંહ જાડેજા નામના યુવાન પર ધડાધડ ફાયરીંગ કરી ક્રૂર હત્યા પ્રકરણમાં પોલીસે વધુ એક શાર્પ શુટરને નેપાળ બોર્ડરથી પકડી પાડ્યો છે. આ સખ્સના પાંચ દિવસના રિમાન્ડ મેળવી પોલીસે તેની સઘન પૂછપરછ હાથ ધરી છે.

ધ્રોલ તાલુકા મથકે ગત તા. ૬/૩/૨૦૨૦ના રોજ ત્રિકોણ બાગ વિસ્તારમાં એટીએમમાંથી પોતાની કાર તરફ પરત ફરતા દિવ્યરાજસિંહ જાડેજા પર પાછળથી આવેલ બે સખ્સોએ ધડાધડ ફાયરીંગ કરી હત્યા નીપજાવી હતી. આ બનાવ બાદ નાશી ગયેલ બે આરોપીઓને મોરબી પોલીસે પકડી પાડ્યા હતા.

જે તે સમયે કારમાં નાશી ગયેલ અનિરૂદ્ધસિંહ સોઢા, મુસ્તાક પઠાણને પકડી પાડી મોરબી પોલીસે જામનગર પોલીસ હવાલે કર્યા હતા. જેમાં અનિરુદ્ધસિંહ સાથે મૃતક દિવ્યરાજને પડધરી ટોલનાકે વાહન ચલાવવા બાબતે થયેલ માથાકૂટ અને આરોપી મુસ્તાક પઠાણ સાથે મળી હત્યા કરવાનો લાંબા સમયથી પ્લાન કરી રહ્યા હતા પણ બે છેડા ભેગા થતા ન હતા. અંતે સોઢાની મુલાકાત હાડાટોડા ગામના ઓમાંદેવસિંહ અને નરેન્દ્રસિંહ ઉર્ફે કાના સાથે થાય છે. આ બંને સખ્સોને પણ દીવુભા સાથે જમીનના સોદાને લઈને મનદુઃખ ચાલતું હતું. ત્યારબાદ ચારેય સખ્સોએ ભેગા થઇ અહી મજુરી કામ કરતા અજીત વિરપાલસિંગ ઠાકુર અને અખિલેશ ઉર્ફે બબલુ ઠાકુર નામના બંને સખ્સોને એક-એક ફોરવિલ લઇ દેવાની લાલચ આપી, વતનથી દેશી પિસ્તોલસ મંગાવી લીધી હતી. બંને પરપ્રાંતીય સખ્સ અને આરોપીઓએ અનેક વખત દીવુભાની રેકી પણ કરી હતી. અંતે તા. ૩/૬/૨૦૨૦નો દિવસ દિવ્યરાજમાટે ઘાતક સાબિત થયો હતો.


પોલીસે અગાઉ પરપ્રાંતીય સખ્સો સહીત ચાર આરોપીઓની ધરપકડ કરી હતી જયારે મુખ્ય એવા આરોપી ઓમદેવસિંહ અને નરેન્દ્રસિંહને તાજેતરમાં પકડી પાડી બે દિવસના રિમાન્ડ લઇ જેલ હવાલે કરાયા છે. રિમાન્ડ દરમિયાન હત્યા અંગેનું વધુ એક નવું કારણ બહાર આવ્યું છે. મૃતક દિવ્યરાજસિંહ અને ઓમદેવસિંહ વચ્ચે પવનચક્કીની સાઈટ પર જરૂરી માલ સામાન પહોચતો કરવા માટેના કોન્ટ્રાક્ટને લઈને મનદુઃખ થયું હતું. દિવ્યરાજસિંહ કોઈ પણ શરતે આ કામ કરવા માંગો હોવાથી કામ વચ્ચે આવી ગયેલ દિવ્યરાજને હટાવવા માટે હત્યાનો પ્લાન કર્યો હતો. આ કેશમાં અનિરુદ્ધસિંહ સોઢા, મુસ્તાક પઠાણ, અજીતભાઈ વીરપાલસિંહ ઠાકુર, અખિલેશ ઉર્ફે બબલુ શ્રીરામઉદાર ઠાકુર, ઓમદેવસિંહ અને નરેન્દ્રસિંહ ઉર્ફે કાનો નામના છ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આ પ્રકરણમાં લાંબા સમયથી ફરાર રહેલ શાર્પ શુટરના સગળ મળી જતા પેરોલ ફર્લો અને એલસીબીની એક ટીમ તાત્કાલિક ઉતરપ્રદેશ તરફ રવાના કરવામાં આવી હતી જેમાં યુપીના ગોંડા જીલ્લાના કોતવાલી નેવારી ગામના રોહિતસિંહ ઉર્ફે સોનું રામપ્રસાદસીઘ ઠાકુર નામના સખ્સને નેપાળ બોર્ડર પરથી દબોચી લીધો હતો. ગઈ કાલે જ સ્પેશ્યલ ટીમ આરોપીને સાથે રાખી મોડી રાત્રે જામનગર આવી પહોચી હતી અને જામનગરમાં આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરી પાંચ દિવસના રિમાન્ડ પર લીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here