ખળભળાટ :અમદાવાદ રેમડેસિવિર ઇન્જેકશનની કાળાબજારીનો રેલો જામનગર સુધી, જીજીના ડોક્ટરને ઉઠાવી લેવાયો ?

0
1516

જામનગર અપડેટ્સ : જામનગરની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા એક ડોક્ટરને સોલા પોલીસ ઉઠાવીને લઈ જતા ખળભળાટ મચી ગયો છે. અમદાવાદમાં પકડાયેલ રેમડેસીવીર ઈન્જેકશનની કાળાબજારીનું પ્રકરણ જામનગર સુધી પહોંચતા ચકચાર મચી ગઇ છે. જામનગરના ડોક્ટરે આ ઈન્જેકશન આઠ હજાર રૂપિયામાં વેચ્યું હોવાનો ખુલાસો થયો છે. જોકે ડોક્ટરની ધરપકડ અંગે જીજી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ સત્તાધીશોએ ડોક્ટરની ધરપકડનો સમર્થન આપ્યું નથી.

અમદાવાદની સોલા પોલીસે એસજી હાઇવે પર આવેલા કારગિલ પેટ્રોલપંપ પાસેથી જય શાહની 6 રેમડેસીવીર ઇન્જકેશન સાથે ધરપકડ કરી હતી. આ શખ્સની પૂછપરછમાં સુરતના ડોક્ટર મિલન સુતારીયા અને કીર્તિ દવે અને જુહાપુરામાં રહેતી રુહી પઠાણની સંડોવણી ખુલી હતી. જેને લઈને પોલીસે સુરતના બંને ડોક્ટર અને અમદાવાદની મહિલા નર્સની ધરપકડ કરી હતી. આ બંને ડોક્ટરની પૂછપરછમાં જામનગરની જી.જી. હોસ્પિટલના ડોક્ટર ધીરેન બાલદાણિયાની સંડોવણી ખુલી હતી. જામનગરના ડોક્ટરે રૂપિયા આઠ હજારમાં એક ઈન્જેકશન વેચ્યું હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને સોલા પોલીસ ગઈ કાલે જામનગર આવી હતી અને ડોકટર બલદાણીયાને લઇ ગઈ છે.
અગાઉ ધરપકડ કરાયેલા સુરતના ડો. કીર્તિ અને ડો. ધીરેન બંને સાથે ભણતા હતા જામનગરના ડોકટર સાથે પરીચય થયો હતો. ત્યારની ઓળખાણ હતી.
સોલા પોલીસની આ કાર્યવાહી અંગે સીટી બી ડિવિઝનના પી આઈ ભોયે અને જીજી હોસ્પિટલ પ્રસાસન અજાણ હોવાનું જણાવ્યું છે. જો કે સોલા પોલીસ તબીબને લઈ ગઈ છે એમ અમદાવાદમાં સતાવાર જાહેરાત પણ કરાઈ છે.
આ પ્રકરણમાં કુલ 34 ઈન્જેકશન મળી આવ્યા છે. જેમાં અગાઉ અમદાવાદના મેડિકલ સ્ટોર્સના માલિક ચિરાગ શાહ, સંદીપ મહેતા, જયેશ ભાવસાર અને અન્ય ત્રણ આરોપીઓને રિમાન્ડ પર લીધા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here