સંકટ મોચન : નિ:સહાય BPL પરિવારો માટે ફૂલની પાંખડી બનશે આ યોજના, જાણો કેટલી આર્થિક મદદ કરશે સરકાર ?

0
592

જામનગર : સમાજ સુરક્ષા વિભાગ દ્વારા રાષ્ટ્રીય કુટુંબ સહાય (સંકટમોચન યોજના)નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજના અકાળે અવસાન પામતા પરિવારના મોભી બાદ નિઃસહાય બનેલા પરિવારને આર્થિક મદદ કરવાનો હેતુ છે.

આ યોજનામાં ગરીબી રેખા નીચે જીવતા ૦ થી ૨૦ નો સ્કોર ધરાવતા કાર્ડધારક કુટુંબની મુખ્ય કમાનાર વ્યક્તિ (સ્ત્રી/પુરુષ)નું કુદરતી રીતે અથવા અકસ્માતમાં મૃત્યુ થાય તથા મૃત્યુ પામનાર પુરુષ/સ્ત્રીની ઉંમર ૧૮ વર્ષથી વધુ અને ૬૦ વર્ષથી ઓછી હોય તો કેન્દ્ર સરકાર દ્વારા કુટુંબને એક વખત રૂ. ૨૦,૦૦૦ની સહાય ડીબીટી મારફત મળવાપાત્ર છે. આ માટે કુટુંબના મુખ્ય કમાનાર વ્યક્તિ (સ્ત્રી/પુરુષ)ના મૃત્યુ થયાનાં બે વર્ષની અંદર અરજી કરવાની રહેશે. જામનગર જિલ્લામાં આ યોજનાનો લાભ લેવા મામલતદાર કચેરીમાં આવેલ જનસેવા કેન્દ્ર અથવા સમાજ સુરક્ષા શાખા (મામલતદાર કચેરી ખાતે કાર્યરત)નો સંપર્ક કરવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here