ભ્રષ્ટાચાર: એક જ દિવસમાં ચાર કર્મચારીઓ લાંચ લેતા પકડાયા

0
1122

રાજ્યભરમાં આજે એસીબીએ જુદી જુદી ચાર ટ્રેપ ગોઠવી વર્ગ એક થી ત્રણના ચાર કર્મચારીઓને લાંચ લેતા પકડી પાડ્યા છે. ભરૂચ જિલ્લાના વહીવટદાર તલાટી, સુરત જિલ્લાના પેટા હિસાબનીશ અધિકારી, મહીસાગર જિલ્લાના મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર અને વડોદરા જિલ્લાના કોલેજના આચાર્ય સહિતના ચાર અધિકારીઓ લાંચ લેતા આબાદ પકડાઈ ગયા છે.

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુવાલ ગામે આવેલ જેવી આર્ટસ એન્ડ એમ સી પટેલ કોમર્સ કોલેજના આચાર્ય ભીખાલાલ વાલજીભાઈ મોરડીયા ને એસીબી ની ટીમે માત્ર રૂપિયા અઢી હજારની લંચ લેતા પકડી પાડ્યા છે.

એક કર્મચારીના સાતમા પગાર પંચ ના બીજા એરિયસ ના સ્ટીકર અપાવી દેવાને લઈને આચાર્યએ અઢી હજારની લાંચની માંગણી કરી હતી જેના અનુસંધાને વડોદરા એસીબીએ ટ્રેપ ગોઠવી આચાર્યને તેની ઓફિસમાં જ રૂપિયા અઢી હજારની લાંચ લેતા પકડી પાડ્યા છે.

જ્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા જીગ્નેશકુમાર બિપીનચંદ્ર પંડ્યા ને એસીબીની ટીમે ₹10,000 ની લાંચ લેતા પકડી પાડ્યા છે. ફરિયાદીના કુટુંબી ભાઈએ વેચાણ રાખેલ જમીન ફરિયાદીના કાકાના નામે કરવા માટે કાચી નોંધ પડી ગઈ હતી પરંતુ પાકી નોંધ કરવાના પેટે સર્કલએ ₹10,000 ની લાંચ માંગી હતી. જેના અનુસંધાને એસીબીમાં ફરિયાદ કરવામાં આવતા આજે મામલતદાર કચેરી ની સર્કલ ઓફિસર ની રૂમ નંબર 22 માં ટ્રેક ગોઠવવામાં આવી હતી.

જ્યારે સુરત જિલ્લા સેવા સદન બે માં પેન્શન ચુકવણી કચેરીમાં પેટા હિસાબનીસ તરીકે ફરજ બજાવતા વિવેકભાઈ જયંતીભાઈ કેવડીયા ને એસએબીએ રૂપિયા 60 હજારની લાંચ લેતા પકડી પાડ્યા છે. મહીલ એક મહિલાના પતિ સરકારી ખાતામાં ચાલુ ફરજ દરમિયાન અવસાન પામ્યા હતા. આ મહિલા ને મળતા કુટુંબ પેન્શનની રકમમાં મળવાપાત્ર વધારાની રકમની કાર્યવાહી કરવા અને મહિલાને પેન્શનમાં અંદાજિત રૂપિયા બે લાખ ૬૦ હજાર મળવાપાત્ર હોય જેમાંથી આરોપીએ 60,000 ની લંચ પેટે ની માંગણી કરી હતી. જેને લઇને એસબીએ આરોપી ની ઓફિસ માં ગ્રાઉન્ડ ફ્લોરમાં જ ટ્રેપ ગોઠવી લાંચ લેતા પકડી પાડ્યા હતા.

જ્યારે ભરૂચ જિલ્લા ના જાડેશ્વર ગ્રામ પંચાયતના વહીવટદાર તલાટી તરીકે ફરજ બજાવતા રાજનભાઈ ગોરધનભાઈ પટેલને એસીબીએ રૂપિયા 47,500 લાંચ લેતા પકડી પાડ્યા છે. ફરિયાદી કોન્ટ્રાક્ટરનો ધંધા કરતા હોય અને આ ધંધા દરમિયાન ઝાડેશ્વર ગ્રામ પંચાયત તરફથી આરસીસી રોડ તથા પેવર બ્લોક નું કામ કરવાનો કોન્ટ્રાક્ટ મળેલ હોય આ કામ પૂરું કરી દીધા બાદ કામના બિલના કુલ ₹8,65,000 તેઓને લેવાના થતા હતા. આ બિલની રકમ માંથી 5:30 ટકા લેખે ₹47,500 ની આરોપી તલાટીએ માંગણી કરી હતી જેને લઈને ફરિયાદી એસીબીનો સંપર્ક કર્યો હતો અને આજે નાજનો છટકો ગોઠવવામાં આવ્યું હતું. જેમાં આરોપી રૂપિયા સ્વીકારતા પકડાઈ ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here