જામનગર અપડેટ્સ : ગુજરાતના પ્રખ્યાત ગણાતા સાળંગપુર હનુમાનજીના મંદિરના સ્વામી સાથે ઠગાઈ કરવાનો પ્રયાસ કરનાર એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ પુરુષોતમરૂપાલાનો પુત્ર હોવાનું જણાવી તેના પીએને રૂપિયાની જરૂર હોય અને લેવા મોકલું છું તેમ કહી ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે.
સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારી સ્વામીને ફોન કરીને એક શખ્સે પુરુષોતમ રૂપાલાનો પુત્ર બોલું છું તેવી ઓળખ આપીને જણાવેલ કે તેના પીએને રૂ.૩૦,૦૦૦ની જરૂર હોવાથી કોઠારી સ્વામીને રૂપિયા આપવા જણાવેલ. અને કોઠારી સ્વામીને આ બાબત અંગે શંકા થતા તેઓએ પોલીસને જાણ કરી હતી. બાદમાં ફરી તે જ શખ્સે ફોન કરીને જણાવેલ કે હું મંદિર ખાતે પેમેન્ટ લેવા આવ્યો છું અને પોલીસે તેની તપાસ કરી પુછપરછ કરતા આરોપી ફ્રોડ હોવાનું સામે આવ્યું હતું અને તેનું નામ યોગેશ દેવાણી હોય અને અમરેલી જીલ્લાનો હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં પોલીસે ચેકિંગ દરમિયાન યોગેશના કબ્જામાંથી એક મોબાઈલ અને ચાર સીમકાર્ડ જપ્ત કરી લઇ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.