ચકચાર: નવતનપુરી ધામ ખીજડા મંદીરમાંથી ભેદી રીતે બાળકો ગુમ, અજાણ્યા સખ્સ સામે અપહરણની રાવ

0
638

જામનગર: જામનગરના નવતનપુરી ધામ ખીજડા મંદીર ટ્રસ્ટના મંદિરમાંથી બે દિવસ પૂર્વે બાળકો ગુમ થઇ ગયા હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાવવામાં આવી છે. મંદિરના ટ્રસ્ટીઓના કાયદેસરના વાલીપણા માંથી બાળકોના અપહરણ થયા હોવાનું જાહેર કરાયું છે. જામનગરમાં આવેલ પ્રણામી સંપ્રદાયના ખંભાળીયા ગેટ પાસે ભંગારવાળી શેરીમાં આવેલ શ્રી ૫ નવતનપુરી ધામ ખીજડા મંદીર ટ્રસ્ટ નામે મંદીરમાંથી બાળકોના અપહરણ થયાની ઘટના સામે આવી છે.

આ બનાવ અંગે ઢીંચડામાં યોગેશ્વરધામમાં રહેતા પ્રદીપસિંહ ભુપતસિંહ જાડેજાએ સીટી એ ડીવીજન પોલીસ દફતરમાં ફરિયાદ દાખલ કરાવી છે. જે મુજબ  તા.૨૮/૦૮/૨૦૨૩ ના રોજ સવારે દસ વાગ્યાથી અગ્યાર વાગ્યા વચ્ચે કોઈ અજાણ્યો  સખ્સ ટ્રસ્ટમાં રહેતા સગીર વયના બાળકો (ભોગબનનાર)ને (ટ્રસ્ટ)વાલીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ જઈ ગુનો કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. આ ફરિયાદના આધારે સીટી એ ડીવીજન પોલીસ દફતરના પીએસઆઈ એમ.એ.ચાવડા સહિતના સ્ટાફે તાત્કાલિક મંદિર પરિસર પહોચી મંદિર તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજ કબજે કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલેખનીય છે કે અન્ય સરકારી હોસ્ટેલમાંથી બાળકો ગુમ થયાના અગાઉ બનાવ નોંધાઈ ચુક્યા છે. બાળકોને હોસ્ટેલમાં સારું નહી લગતા પોતે જ પોતાની મેળે હોસ્ટેલ છોડી દેતા હોવાની વિગતો સામે આવતી રહી છે ત્યારે જન્માષ્ટમી પૂર્વેના દિવસોમાં મંદિર પરિસરમાંથી બાળકો ગુમ થવા પાછળ કયા કારણો છે તેની પોલીસ દ્વારા હાલ તપાસ શરુ કરવામાં આવી છે. આ બનાવે શહેરમાં ચર્ચા જગાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here