સાવચેતી : તમારી પાસે માસ્કનો દંડ ઉઘરાવતા પોલીસકર્મીઓ પોલીસ ન પણ હોઈ શકે, કારણ છે આવું

0
339

જામનગર અપડેટ્સ : માસ્કના દંડને લઈને રાજ્ય સરકાર અને પોલીસ સામે અવારનવાર પ્રશ્નો ઉઠતા રહ્યા છે. દંડ ઉઘરાવવા બાબતે સરકારનું પોલીસ પર અને પોલીસનું નાગરિકો પર દબાણ અંગેની ચર્ચાઓ હમેશા થતી આવી છે. ત્યારે રોજના કરોડો રૂપિયા ઉઘરાવતી પોલીસ તમને રોકીને દંડ ઉઘરાવે છે તે સાચી પોલીસ જ છે એમ માની લેવું કેટલા અંશે વ્યાજબી ? કારણ કે અમદાવાદમાં નકલી પોલીસ માસ્કનો દંડ ઉભરાવતી મળી આવી છે. પોલીસે નકલી પોલીસ બનેલા બે સખ્સોની અટકાયત કરી છે.

વાત છે અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશન વિસ્તારની, અહીના  રિલીફ રોડ પર આવેલ ફેશન વર્લ્ડ ટેલરમાં બે ઈસમો પોલીસનો વેશ ધારણ કરીને પોલીસના નામે માસ્કનો દંડ ઉઘરાવતાં હોવાની હકીકત ધ્યાને આવતા પોલીસે તાત્કાલિક આ દિશામાં કાર્યવાહી કરી હતી. બંને સખ્સોએ માસ્ક સબંધિત જાહેરનામાં મુજબ દુકાનદાર પાસેથી દંડની રકમની માંગણી કરી હતી. પ્રથમ ફંડની મંગની કરી જો ફંડ નહીં આપો માસ્ક સબંધિત રૂપિયા પાંચ હજારનો દંડ કરવાનું કહ્યું હતું. અને દુકાનદાર પાસેથી રૂપિયા ૧૭૦૦ પડાવી લીધા હતા. જો કે પોલીસે સમયસર પહોચી કોતરપુરના રાજેશ બહુરૂપિયા અને જગદીશ હિરાવત નામના બંને સખ્સોની અટકાયત કરી ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here