ગજબ : ત્રણ ચોપડી ભણેલા આરોપીએ વોકિંગ સ્ટીકને પિસ્તોલમાં ફેરવી નાખી, આવી રીતે બનાવ્યું હથિયાર

0
474

જામનગર : જામનગર એલસીબી પોલીસે સાત પિસ્તોલ સાથે બે સખ્સોને પકડી પાડ્યા છે. જામજોધપુર  પંથકમાં દરોડો પાડી સુરત અને જામજોધપુરના બંને સખ્સો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. હથિયાર ક્યાંથી લઇ આવ્યા છે અને અગાઉ કોને હથિયારો સંપ્લાય કર્યા છે ? સહિતની બાબતોનો તાગ મેળવવા એલસીબીએ બંને સખ્સોના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. સાત હથિયારો પૈકી એક હથિયાર વોકિંગ સ્ટીકમાં અદ્ભુત ટેકનીકથી બનાવ્યું છે. જેમાં હાથો અને બે સ્ટીકને જોડી વચ્ચે બુલેટ ફીટ કરી, હાથને ટ્રીગર તરીકે ઉપયોગ કરાતો હોવાનું સામે આવ્યું છે.

જામનગર એલસીબી પોલીસે જામજોધપુર તાલુકાના ગોપ ગામના પાટિયા પાસે બે સખ્સો હથિયારો સાથે ફરતા હોવાની ચોક્કસ હકીકત એલસીબી પોલીસને મળી હતી જેના આધારે સમગ્ર સ્ટાફે આજે શંકાસ્પદ હાલતમાં બસ સ્ટેન્ડની છાપરી પાસે બેઠેલ જીણાવારી ગામના મનસુખ કારેણા અને પોરબંદર જીલ્લાના રાણાવાવના રાજસી માલદે ઓડેદરા નામના બંને સખ્સોને આંતરી લેવામાં આવ્યા હતા. પોલીસે બંને સખ્સોના કબજામાંથી રૂપિયા ૧,૨૫,૬૦૦ની કીમતની બે પિસ્તોલ અને એક સ્ટીક ગન અને એક કાર્ટીસ કબજે કર્યા હતા.

પોલીસે બંને સખ્સોની પ્રાથમિક પૂછપરછ કરી હતી જેમાં અગાઉ આદીત્યાણા ગામના સલીમ ઈસ્માઈલ ઉર્ફે ટીટી મુન્દ્રા નામના સખ્સને હથિયાર વેચાણ આપ્યું હોવાનું સામે આવ્યું છે. આ સખ્સ અગાઉ લુંટના ગુનામાં સંડોવાયો હોવાનું સામે આવ્યું છે. જયારે રાજસી અગાઉ રાણાવાવમાં મારામારીન બે ગુનામાં સંડોવાયો હોવાનું સામે આવ્યું છે.

આરોપીઓના કબજામાંથી એક સ્ટીક ગન મળી આવી છે. આ હથિયાર મનસુખે બનાવ્યું હોવાનું સામે આવ્યું  છે. યુ ટ્યુબ પર સ્ટીક ગન બનાવવાની ટેકનીક શીખી બે સ્ટીક બજારમાંથી  ખરીદી, હાથાને ટ્રીગર તરીકે ઉપયોગ કરી, બંને પાઈપ વચ્ચે ગોળી ફીટ કરી, સ્ટીકનો ગન તરીકે ઉપયોગ કરી શકાય એવી રીતે બનાવી છે. માત્ર ત્રણ ધોરણ સુધી ભણેલા આરોપીએ આ હથિયારનો કોઈ વારદાતમાં ઉપયોગ નથી કર્યો એમ કબુલ્યું છે. પરંતુ આ હથિયારો ક્યાંથી લઇ આવવામાં આવ્યા છે અને કોને સપ્લાય કરવાના હતા તેનો તાગ મેળવવા માટે એલસીબીએ બંનેને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here