ધક્કાગાડી : અર્ધ રસ્તે બંધ પડી ગઈ લીફ્ટ..યુવતી સહિત સાત ફસાયા

0
413

જામનગર : જામનગર મહાનગર પાલિકા કચેરીની વારેવારે બંધ પડી જતી લીફ્ટ આજે પણ અર્થ રસ્તે અટકી પડતા એક યુવતી સહિત સાત નાગરિકો અટવાઈ ગયા હતા. જેને લઈને દોડધામ મચી જવા પામી હતી. જો કે ફાયરની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી તમામને ઉગારી લીધા હતા.

જામનગર મહાનગર પાલિકાની વારે વારે બંધ પડી જતી લીફ્ટથી કંટાળી અરજદારો અને કર્મચારીઓ હવે પગથીયા ચડતા-ઉતરતા થઇ ગયા છે. જો કે વૃદ્ધ અરજદારો તેમજ અન્ય નાગરિકો હજુ પણ આવી લીફ્ટ પર ભરોષો રાખી ચડ-ઉતર કરે છે. આજે બપોરે ગ્રાઉન્ડ ફ્લોરથી ઉપર તરફ જતી લીફ્ટ એકાએક અર્ધ રસ્તે બંધ પડી ગઈ હતી. બે ફ્લોર વચ્ચે બંધ પડી ગયેલ લીફ્ટને લઈને એક વૃદ્ધ અને યુવતી સહીત સાત નાગરિકો ફસાઈ ગયા હતા. જો કે સાતેય નાગરિકો ગુંગળામણ અનુભવે તે પૂર્વે જ ફાયરની ટુકડીએ પહોચીને નાગરીકોને બહાર કાઢી ઉગારી સલામત રીતે બહાર કાઢી લીધા હતા. વારે વારે ખોટવાઈ જતી લીફ્ટ કાયમ માટે રીપેરીંગ કરી ધક્કાગાડીને સલામતી આપવી જોઈએ એવી પણ નાગરીકોએ માંગણી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here