બ્રેકીંગ: ગુજસીટોક પ્રકરણમાં સવા વર્ષ બાદ કોના થયા જામીન મંજુર, જાણો

0
1246

જામનગરના બહુચર્ચિત ગુજસીટોક પ્રકરણમાં આજે કોર્ટે સવા વર્ષ બાદ પૂર્વ પોલીસકર્મી વસરામભાઈ આહીરના જામીન મંજુર કર્યા છે. આ પ્રકરણમાં જેલમાં રહેલ પૂર્વ પોલીસકર્મી વસરામભાઈ આહીરના વચગાળાની જામીન અરજી મંજુર કરવામાં આવી છે.

જામનગરના બહુચર્ચિત ગુજસીટોક પ્રકરણ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યું હતું. સવા વર્ષ પૂર્વે જામનગરના કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલના ગુન્હાહિત નેટવર્કને નાબુદ કરવા પોલીસે કમ્મર કશી હતી અને સ્પેશ્યલ ટીમ ઉતારી ખુદ સરકારે જયેશને ઝેર કરવા ઓર્ડર આપ્યા હતા. જે તે સમયે પોલીસે જમીન માફિયા જયેશ પટેલ અને તેના સાગરીતો સામે ગુજસીટોક કાયદા મુજબ ફરિયાદ નોંધી હતી. જેમાં જયેશ પટેલે જામનગર બહાર રહી હત્યા, હત્યા પ્રયાસ, ખંડણી ઉઘરાવવી સહીતના ઓર્ગેનાઈઝ ક્રાઈમ કરી શહેરની પ્રજા અને ખુદ પોલીસને નાકે દમ લઇ આવી દીધો હોવાનો આરોપ મુકાયો હતો. પોલીસે જયેશ પટેલ ઉપરાંત તત્કાલીન ભાજપના કોર્પોરેટર અતુલ ભંડેરી, પૂર્વ પોલીસકર્મી વસરામ આહીર, બિલ્ડર નીલેશ ટોલિયા સહીત ૧૪થી વધુ આરોપીઓ સામે ગુજસીટોક ધારાઓ મુજબ કાર્યવાહી કરી હતી. આ પ્રકરણમાં વકીલ વસંત માનસાતા સહીતનો હાલ જેલમાં છે. બીજી તરફ આ પ્રકરણમાં પાંચ આરોપીઓની જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી. જયારે જયેશ સહિતના ચાર આરોપીઓ હજુ ફરાર છે. તાજેતરમાં પોલીસે વધુ બે હજાર પેજનું પુરવણી ચાર્જ સીટ કોર્ટમાં રજુ કર્યું છે.

આ પ્રકરણમાં જેલમાં રહેલ વસરામ આહીરે વકીલ મારફતે વચગાળાના જમીનની અરજી કરી હતી. જે અરજી પર આજે સુનાવણી થતા કોર્ટે વસરામભાઈના ૧૫ દિવસના વચગાળાના જામીન મજુર કર્યા છે. આવતી કાલથી તા. ૨/૨/૨૨ થી જમીન મંજુર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વસરામભાઈના માતાનું નિધન થતા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જે ગ્રાહ્ય રાખવામાં આવી છે. ૧૫ દિવસના મંજુર થયેલ જામીન દરમિયાન બે પીએસાઈ સહિતનો જાપ્તો વસરામભાઈની  દેખરેખ હેઠળ રહેશે. વસરામભાઈ તરફે વકીલ વી એચ કનારા અને વીએસ ખીમાણીયા રોકાયા છે. વસરામભાઈ તરફે વકીલ વી એચ કનારા અને વીએસ ખીમાણીયા રોકાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here