જામનગર: મંદિરે જવાનું કહી નીકળેલ સરકારી કર્મીની પત્ની ગુમ

0
1729

જામનગર : જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં સરકારી વસાહતમાં રહેતી સરકારી કર્મચારીની પત્ની મંદિરે દર્શન કરવા જવાનું કહી પરત નહી ફરતા કયાંક ગુમ થઈ ગયાની પોલીસ દફતરે નોંધ લખાવવામાં આવી છે. આજે સવારે ઘરેથી નીકળી ગયેલ યુવતીની પોલીસ દ્વારા શોધખોળ શરુ કરવામાં આવી છે.

જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં રહેતા અને આઈટીઆઈમાં ઈન્સ્ટ્રકટર તરીકે ફરજ બજાવતા સરકારી કર્મચારીની પત્ની ડીમ્પલ દેવમુરારી ઉવ ૨૪ નામની યુવતી આજે સવારે સાતેક વાગ્યે પોતાના ઘરેથી મંદિર જવાનું કહી નીકળી ગઈ હતી. બપોર બાદ પણ ઘરે પરત નહી ફરતા અને મોબાઈલ પણ સ્વીચ ઓફ આવતા પરિવારજનોએ સીટી એ ડીવીજન પોલીસનો સંપર્ક કર્યો હતો. ઘરેથી નીકળ્યા સમયે મહેંદી કલરનો ડ્રેસ પહેરેલ સફેદ ચુંદડી અને લાલ સલવાર ધારણ કરી નીકળ્યા બાદ યુવતી પરત ફરી નથી.  શરીરે મજબુત બાંધો અને ઉજળો વાન ધરાવતી પાંચેક ફૂટની ઉચાઈ વાળી આ યુવતી અંગે કોઈને સગળ મળે તો નજીકના પોલીસ સ્ટેશન અથવા સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમા સંપર્ક કરવા જણાવાયું  છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here