અરેરાટી : રીસામણે બેઠેલ પરિણીતાએ આવું પગલું ભરતા પરિવાર અવાચક

0
719

જામનગર : જામનગરમાં ધરારનગર વિસ્તારમાં પિયરમાં રહેતી એક પરિણીતાએ ગળાફાસો ખાઈ આપઘાત કરી જીવતરનો અંત આણ્યો છે. પરિણીતા ચાર માસથી પોતાના સાસરિયામાંથી અહી રીસામણે બેસી હોવાનું જાણવા મળ્યું છે. સંસાર ભંગ થતા મહિલાએ આ પગલું  ભરી લીધું હોવાનું પ્રાથમિક પોલીસ તપાસમાં જાહેર થયું છે.

જામનગરમાં આપઘાતનો વધુ એક બનાવ બનવા પામ્યો છે જેમાં ધરારનગર ૧ કાસમ જીવા જોખીયાના મકાનની સામે રહેતા રમેશભાઈ મોહનભાઈ રોળીયાની પુત્રી  સોનલબેન વિનોદભાઈ સવાસળીયાએ ગઈ કાલે પોતાના પિયરમાં ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતકના પિતાએ જાણ કરતા પોલીસે સ્થળ પર પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સ્થળ પંચનામું કરી મૃતદેહને હોસ્પિટલ ખસેડી પીએમ વિધિ પાર પાડી હતી. પિતાએ પોલીસમાં આપેલ નિવેદન મુજબ છેલ્લા ચાર મહિનાથી પુત્રી રીસામણે બેઠી હતી. જેને લઈને અ બનાવ બન્યો હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here