Special Ops : હથિયાર સપ્લાયર બેનકાબ કરશે J-ગેંગને, પાંચ દિવસના રિમાન્ડ

0
798

જામનગર : જામનગરમાં દસ માસ પૂર્વે ઓસવાળ કોલોનીમાં પ્રોફેસર અને જમીન લે વેંચના ધંધા સાથે સંકળાયેલ ભગવાનજી રાજાણી પર થયેલ ફાયરીંગ પ્રકરણનાં આરોપી ઇકબાલ બાઠીયાને હથિયાર સપ્લાય કરનાર સખ્સને એટીએસ અને જામનગર એસઓજીએ સયુંકત ઓપરેશન પાર પાડી મધ્યપ્રદેશથી પકડી પાડ્યો છે. એલસીબી પોલીસે આ સખ્સને શનિવારે દસ દીવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

જામનગરમાં ગુનાખોરીમાં અવ્વલ રહેલ જયેશ પટેલનો ફાઈલ ફોટો

ગત વર્ષે પ્રોફેસર અને જમીન મકાનની દલાલી કરતા પ્રોફેસર રાજાણી પર જામનગરના કુખ્યાત ઇકબાલ બાઠીયા સહિતના સખ્સોએ ફાયરીંગ કર્યા હતા. આ બનાવમાં જયેશ પટેલની સંડોવણી ખુલી હતી. દરમિયાન ઇકાબાલ બાઠીયાને હથિયાર સપ્લાય કરનાર મધ્યપ્રદેશના ધાર જીલ્લાના પટવા ગામના બળવંતસિ઼હ ઉર્ફે બલ્લુ અશોકસિંહને એટીએસ અને એસઓજીએ પકડી પાડ્યો હતો. જામનગર એસઓજી પોલીસે આરોપીનો કબજો સંભાળી જામનગર લઇ આવી કોવિડ રીપોર્ટ કરાવ્યો હતો જે નેગેટીવ આવતા શુક્રવારે રાત્રે તેની ધરપકડ કરી લેવામાં આવી હોવાનું એસઓજી પોલીસે જણાવ્યું છે. આજે આ સખ્સને સાત દિવસની રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. બલ્લુએ રાજકોટ,મોરબી, અમદાવાદજામનગરમાં સોથી વધુ હથિયારો સપ્લાય કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. જામનગરમાં કેટલે અને કોને કોને હથિયારો સપ્લાય કરવામાં આવ્યા છે તેનો તાગ રિમાન્ડ દરમિયાન મળી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here